22 માલેતુજારોને હનીટ્રેપમાં ફસાવી 1.10 કરોડ પડાવ્યા, 3 બહેનો સામેલ યુવકોને ઘરે બોલાવીને થઇ જતી નગ્ન

સુરત: ફોન મારફતે સંપર્ક કરી, મળવા બોલાવે, મીઠી મીઠી વાતો કરે અને માયાજાળમાં ફસાવી યુવાનને શરીર સુખ માણવાની વાત કરે. જે યુવાન આ માયાજાળમાં ફસાય તેને એકાંતની પળો માણવા જ્યારે બોલાવે ત્યારે ગણતરીની મિનિટોમાં જ નકલી પોલીસ ત્યાં આવી પહોંચે અને યુવાનને ડરાવી ધમકાવી રૂ. એક લાખથી પાંચ લાખ સુધીની રકમ પડાવી લેતી હતી. ટોળકીને ઝબ્બે કરવામાં પોલીસને સફળતા મળી છે.

હની ટ્રેપ ગેંગનો સ્ટિંગ ઓપરેશનથી પર્દાફાશ, 3 પકડાયા

આ ટોળકીમાં ત્રણ તો સગી બહેનો છે. આ સિવાય અન્ય એક યુવતી અને ત્રણ યુવાનો સામે અમરોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પકડાયેલા ત્રણેય યુવાનોનાં સોમવાર સુધીનાં રિમાન્ડ મંજૂર થયા છે. આ ટોળકીએ અત્યાર સુધી 22 લોકોને શિકાર બનાવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ છે! આરટીઆઈ એક્ટિવિસ્ટ યુવાનના ધ્યાન પર આ ટોળકીના ગોરખધંધા આવ્યા હતા. એ સાથે જ તેમણે સંયુક્ત પોલીસ કમિશનર રેન્જ-1 હરેકૃષ્ણ પટેલનો સંપર્ક કર્યો. વરિષ્ઠ અધિકારી પટેલે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોતાના સ્ક્વોડ મારફતે આ ગેંગનો પર્દાફાશ કરાવવાનો નિર્ણય લીધો હતો.

જેના કારણે વરાછા અને સરથાણાની પોલીસની ટીમે અમરોલી વિસ્તારમાં છટકું ગોઠવી આ ગેંગને પકડી પાડી છે. જેમાં છૈયા મફા દેસાઈ, કિસ્મત ઉર્ફે કાનો કાળુ ગાંગળ, ગોવિંદ દેવસી રોજિયાની પોલીસે ધરપકડ કરી છે. જે ત્રણેયને રિમાન્ડની માગણી સાથે રજી કરતા જજે ત્રણેયનાં સોમવાર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે. ગેંગની ચાર યુવતીઓ પકડાઇ નથી. ફરિયાદમાં 3 સગી બહેનો હેમાલી પ્રવીણ જુવાલિયા (19), નિકિતા (23), હીરાલી (21, ત્રણેય રહે: સ્વસ્તિક રો-હાઉ, અમરોલી) તેમજ અન્ય એક યુવતી પ્રિયા નારાયણ રોય (19) (રહે: મહાપ્રભુનગર સોસા, લિંબાયત)નાં નામો દર્શાવાયા છે.

કાનો ઉર્ફે કિસ્મત ગેંગનો લીડર છે

આ ટોળકીએ બિઝનેસમેનોને ફસાવીને 1.10 કરોડની રકમ કમાણી કરી છે. હનીટ્રેપમાં 4 જણાનો ભાગ હોય છે. જેમાં 25 ટકા બાતમી આપનારનો, 25 ટકા ઓરીજનલ પોલીસનો, 25 ટકા કાના ઉર્ફ કિસ્મતનો અને 25 ટકા યુવતીઓનો ભાગ હોય છે.

અસલી યુનિફોર્મનો ઉપયોગ કરતા હતા

ટોળકીની ડુપ્લીકેટ પોલીસ ઓરીજનલ પોલીસનો ડ્રેસ પહેરવા લાવતી. સુરત પોલીસના કેટલાક કર્મીઓની સાંઠગાંઠથી આ ટોળકીએ અત્યાર સુધીમાં 22 જણાને હનીટ્રેપમાં ફસાવ્યા છે. ગુજરાતભરમાં આ ગેંગ સક્રિય છે. પકડાયેલો કાના ઉર્ફ કિસ્મત 12 જેટલી ગેંગ ચલાવે છે.

‘હું ભાભી બોલુ છું’ કહી મને મસાજના બહાને બોલાવ્યો

મારૂ નામ વિપુલ છે. મારા મોબાઈલ પર એક કોલ આવ્યો કહયું કે હું ભાભી બોલુ છું તમારો નંબર જતીનભાઈએ આપ્યો છે, મારે તમને મળવું છે મસ્ત છોકરી આવી છે. તમારે જયારે પણ રસ હોય ત્યારે મને વાત કરજો એવુ કહયું હતું. બાદમાં બીજા દિવસે એક યુવતીનો કોલ આવ્યો અને તેણે મારી સાથે મીઠી મીઠી વાતો કરી હતી. એક દિવસ તેણે મને મસાજ કરવા માટે અમરોલીમાં 70, સ્વસ્તિક રો-હાઉસ, જૂના કોસાડરોડ ખાતે બોલાવ્યો હતો. ઘર એક રૂમમાં જવાની સાથે યુવતી મસાજ કરવાને બદલે અર્ધનગ્ન થઈ ગઈ.

એટલામાં પોલીસના યુનિફોર્મમાં બે-ત્રણ જણા અંદર ઘુસી આવ્યા હતા. હજુ હું કંઈ બોલુ તે પહેલા તો તેઓએ મને તમાચો ઠોકી દીધો. પોલીસની જેમ રૂબાબ કરવા લાગ્યા હતા. બાદમાં છોકરીએ બળજબરીથી મને નગ્ન કરીને મારા ફોટા પાડી લીધા હતા. મને ડુપ્લીકેટ પોલીસે બળાત્કાર જેવા ગુનામાં ફસાવી દેવાની ચીમકી મમ્મી-પપ્પાને કહી દેવાની સમાજમાં બદનામી કરવાની વાત કરી તોડ કરવાની શરૂઆત કરી હતી. જેમાં પહેલા 3 લાખની રકમ માંગણી કરી બાદમાં મને માર મારીને એક લાખની રકમ પડાવી હતી. – સ્ટિંગ ઓપરેશન કરનાર

હીરા અને કાપડના વેપારીઓ ટારગેટ

આ ટોળકી હનીટ્રેપમાં ફસાવવા હીરા અને કાપડના વેપારીઓને બિઝનેસ માટે વાત કરે છે. બાદમાં તેની પાસેથી કાપડનો માલ કે હીરાની ખરીદી કરે છે. બાદમાં થોડા દિવસોમાં તેઓને ઘરે ધંધા માટે બોલાવી યુવતી જાતે અર્ધનગ્ન થઈ જાય વેપારીઓને બળાત્કાર જેવા ગુનામાં ફસાવી દેવાની વાત કરી ડુપ્લીકેટ પોલીસે ફસાવી દે છે.

મોબાઇલ અનેકના નકાબ ચીરી નાંખશે

પોલીસે 3 યુવાનો અને4 યુવતીના મોબાઇલ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે. ફોનની ડિટેઈલ મળતા ભોગ બનનારાના નંબરો શોધીને પોલીસ તે વ્યક્તિ સુધી પહોંચશે. જોકે, હાલ ઓલપાડમાં બનેલી ઘટનાના ફરિયાદી પોલીસ સુધી પહોંચ્યા હતા. જેમાં 2 વેપારીઓને ફસાવી 2 લાખ પડાવ્યા હતા

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button