મિત્રો એક સૌથી મોટી સમાચાર સામે આવ્યા છે આ મુજબ હવે વડાપ્રધાન મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.ગઇકાલે લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની વચ્ચે થયેલી હિંસક અથડામણ પર મોદી સરકાર એક્શનમાં આવી ગઇ છે.હવે મોદી એ ખાસ નિર્ણય લીધો છે આવો જાણીએ શુ નિર્ણય લીધો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા આગામી 19 જૂનના રોજ સાંજે 5 વાગ્યે સર્વદળીય બેઠક બોલાવી છે.આ બેઠકમાં દેશની વિવિધ પાર્ટીના અધ્યક્ષ સામેલ થશે. જેમાં ભારત-ચીન સીમા વિવાદ અંગે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે ગઇકાલે પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ ભારત-ચીનની અથડામણને લઇને પ્રધાનમંત્રીને સર્વદળીય બેઠક બોલાવવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બુધવારે કરવામાં આવેલ એક ટ્વીટમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ભારત-સીમા ક્ષેત્રમાં સ્થિતિ પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ આગામી 19 જૂનના રોજ દેશની તમામ રાજકીય પાર્ટીઓની બેઠક બોલાવી છે. જેમાં વિવિધ પક્ષના વડાઓ સામેલ થશે.
ચીન સરહદ વિવાદમાં 20 ભારતીય જવાનોની શહાદતથી આખો દેશ ગુસ્સે છે અને વિપક્ષ સવાલો ઉભા કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ચીને આપણા દેશની જમીન છીનવી લીધી છે.આપણી જમીન પડાવી લીધી છે.પ્રધાનમંત્રી, તમે કેમ મૌન છો? તમે ક્યાં છુપાયેલ છે, તમે બહાર આવો! આખો દેશ, અમે બધા તમારી સાથે ઉભા છીએ.ભારત અને ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ટ્વિટ પરથી નિવેદન જારી કર્યું છે.
રાજનાથસિંહે લખ્યું કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે, દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી નહીં શકે.રાજનાથસિંહે ટ્વિટ કરી લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે.રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું?, PM મોદી કેમ મૌન છે? બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પણ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી.
ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે.LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી. પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે.
આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે.સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું.જોકે ચીન પોતાના આંકડા બહાર પાડતું નથી.