ગુજરાત ચૂંટણી પાછળ કેટલા પૈસા ખર્ચ્યા BJP – Congress ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પોતાની તમામ મહેનત લગાડી છે, ગુરૂવારે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન છે. ચૂંટણી પ્રચારો આખરે થંભી ગયા છે, અનેક ચૂંટણી સભાઓ, રેલીઓમાં ભાજપ અને કોંગ્રેસે કેટલા પૈસા વહેવડાવ્યા એ જાણવાની ઉત્સુકતા ઘણાને હશે. ચૂંટણી પંચ અનુસાર રાજ્યોની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કેટલો ખર્ચ કર્યો એ 75 દિવસની અંદર જણાવવું જરૂરી હોય છે. વર્ષ 2012ની ચૂંટણીમાં બંને પક્ષોએ વર્ષ 2007ની સરખામણીએ પાંચ ગણો વધારે ખર્ચો કર્યો હતો. ભાજપે વર્ષ 2012માં 152 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જે વર્ષ 2007ની સરખામણીએ 10 ગણો વધારે હતો. વર્ષ 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે 117 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, 2012માં આ રકમમાં કોઇ ખાસ વૃદ્ધિ નહોતી થઇ.

ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે ખર્ચાની એક સીમા નક્કી કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર માત્ર 16 લાખ રૂપિયા ખર્ચી શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં કેટલો ખર્ચો કર્યો છે એની કોઇ સીમા નક્કી કરવામાં નથી આવી. વર્ષ 2012માં ભાજપે પોતાના એક ઉમેદવાર પર આશરે 8.46 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, તો કોંગ્રેસે પોતાના ઉમેદવાર પર 8.98 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. રાજકીય પક્ષોએ અનેક વસ્તુઓ પર ખર્ચો કર્યો હતો. વર્ષ 2007 અને 2012માં બંને રાજકીય દળોના યાત્રાના ખર્ચામાં ખાસો ઘટાડો જોવા મળ્યો છે. પબ્લિસિટી માટે ભાજપે સૌથી વધારે ખર્ચો કર્યો છે. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે કુલ બજેટના 90 ટકા રૂપિયા પબ્લિસિટી માટે ખર્ચ્યા હતા. તો કોંગ્રેસે કુલ બજેટના 50થી 52 ટકા ખર્ચ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top