અસમમાં ઉંદરો દ્વારા નોટ કોતરી જવાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અસમના તિનસુકિયા લાઈપુલી વિસ્તારમાં ઉંદરોએ SBIના એટીએમમાં ઘુસીને 12 લાખ 38 હજાર રુપિયાની નોટ કોતરી લીધી. ATM 20મી મેથી ટેક્નિકલ ફોલ્ટને કારણે બંધ હતું.
ATM હોવાની બંધ હોવાની સૂચના મળતાની સાથે જ્યારે કર્મચારી ત્યાં પહોંચ્યા તો જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે જોયું કે 500 અને 2000ની નોટ કાતરેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19મી મેના રોજ પ્રાઈવેટ સિક્યોરિટી કંપની દ્વારા ATMની અંતર 29.48 લાખ રુપિયા નાખવામાં આવ્યા હતા. ત્યારપછી બીજા જ દિવસે ATM ખરાબ થઈ ગયું.
ફરિયાદ મળી તો 11 જૂનના રોજ ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સ(GBS) કંપનીના કર્મચારી મશીન રિપેર કરવા ગયા. કર્મચારીએ મશીન ખોલ્યું તો જોયું કે 12.38 લાખ રુપિયાની નોટ ફાટેલી પડેલી છે. માનવામાં આવે છે કે આ નોટ ઉંદર કોતરી ગયા હશે.
અમુક લોકો આ બાબતે શંકા વ્યક્ત કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, 20 મેના રોજ ATM બંધ થઈ ગયુ હતું તો પછી 20 દિવસ પછી કર્મચારી કેમ તેને રિપેર કરવા આવ્યા? આટલો સમય કેમ લગાવવામાં આવ્યો? પોલીસે આ બાબતે FIR દાખલ કરી છે.