દેશમાં 3 વર્ષમાં 3600 ખેડૂતોએ આપ્યો જીવ, દરેક કિસાન પરિવાર પર 47 હજારનું દેવું

કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું કે, દેશમાં 52 ટકા કૃષિ પરિવારો પર દેવું હોવાનું અનુમાન છે અને પ્રતિ કૃષિ પરિવાર પર સરેરાશ બાકી દેવું 47000 રૂપિયા છે. આ સિવાય દેશમાં વર્ષ 2014 થી 2016 સુધી, ત્રણ વર્ષ દરમિયાન દેવું, દેવાળું તથા અન્ય કારણોને લીધે આશરે 36000 કિસાનો તથા કૃષિ શ્રમિકોએ આત્મહત્યા કરી છે. લોકસભામાં એડવોકેટ જોએસ જોર્જના પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિ પ્રધાન રાધામોહન સિંહે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલયના કૃષિ વર્ષ જુલાઇ 2012થી જૂન 2013ના સંદર્ભ માટે દેશના ગ્રામિણ વિસ્તારમાં 70માં રાઉન્ડના કૃષિ પરિવારના સર્વેના આંકડાના આધારે આ વાત કહી.

તેમણે જણાવ્યું, અખિલ ભારતીય સ્તર પર બાકી દેવું લગભગ 60 ટકા સંસ્થાગત સ્ત્રોતો પાસેથી લેવામાં આવ્યું જેમાં સરકારે 2.1 ટકા, સહકારી સમિતિ પાસેથી 14.8 ટકા અને બેન્ક પાસેથી લેવામાં આવેલી લોન 42.9 ટકા હતી.

કૃષિ પ્રધાને જણાવ્યું કે, કૃષિ પરિવારો દ્વારા બિન સંસ્થાકિય સ્રોતો પાસેથી લેવામાં આવેલું દેવામાં કૃષિ તથા વ્યવસાયિક શાહૂકારો પાસેથી 25.8 ટકા તથા દૂકાનદારો કે વ્યાપારીઓ પાસેથી 2.9 ટકા, નોકરી કરનારા કે જમીનમાલિકો પાસેથી 0.8 ટકા, સંબંધિઓ તથા મિત્રો પાસેથી 9.1 ટકા તથા અન્ય લોકો પાસેથી 1.6 ટકા દેવું લેવામાં આવ્યું હતું.

રાધામોહન સિંહે જણાવ્યું કે, દરેક કૃષિ પરિવાર પર બાકી રહેલા કર્જની સરેરાશ રકમ 47000 રૂપિયા હતી. તેમણે કહ્યું કે સરકારે સંસ્થાગત લોનનો પ્રવાહ વધારવા અને નાના તથા સીમાંત કિસાનો સહિત વધુમાં વધુ કિસાનોને સંસ્થાગત દેવા હેઠળ લાવવા અનેક ઉપાય કર્યા છે. આ ઉપાયો હેઠળ અન્ય વસ્તુઓની સાથે નાના તથા સીમાંત કિસાનોને અવરોધ વગર ઉત્પાદન દેવું પ્રદાન કરવા માટે પગલા ભરવામાં આવ્યાં છે.

મંત્રીએ જણાવ્યું કે નાના તથા સીમાંત કિસાનો માટે જમીન સ્તરીય દેવાના પ્રવાહમાં તમામ એજન્સીઓ તરફથી નાણા પોષિતની કુલ સંખ્યામાં નાના તથા સીમાંત કિસાનોની ભાગીદારી વર્ષ 2015/16માં 60.07 ટકાથી વધીને વર્ષ 2016/17માં 72.02 ટકા થઈ ગઈ હતી.

ત્રણ વર્ષમાં 36 હજાર ખેડૂતોની આત્મહત્યા
દેશમાં વર્ષ 2014થી 2016 સુધી ત્રણ વર્ષ દરમિયાન દેવું, દેવાળું તથા અન્ય કારણોને લીધે આશરે 36 હજાર કિસાનો તથા કૃષિ શ્રમિકોએ આત્મહત્યા કરી લીધી છે. કૃષિ પ્રધાન રાધામોહન સિંહે 2014, 2015ના રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા તથા વર્ષ 2016ના કામચલાઉ આંકડાના હવાલાથી લોકસભામાં આ જાણકારી આપી હતી.

લોકસભામાં એડવોકેટ જોએસ જોર્જના પ્રશ્નના લેખિત ઉત્તરમાં કૃષિ પ્રધાને કહ્યું કે, ગૃહ મંત્રાલયના રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ભારતમાં દુર્ઘટના મૃત્યુ તથા આત્મહત્યાઓ નામના પ્રકાશનમાં આત્મહત્યાઓ સાથે જોડાયેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2014માં 12360 કિસાન તથા કૃષિ શ્રમિકોએ આત્મહત્યા કરી જ્યારે વર્ષ 2015માં આ આંકડો 12602 હતો. વર્ષ 2016 માટે રાષ્ટ્રીય ક્રાઇમ બ્યૂરોના કામચલાઉ આંકડા પ્રમાણે 11370 કિસાનો તથા કૃષિ શ્રમિકોની આત્મહત્યાની વાત સામે આવી છે.

કૃષિ મંત્રાલયથી પ્રાપ્ત જાણકારી અનુસાર, વર્ષ 2015નો રિપોર્ટ જણાવે છે કે, દેશભરમાં દેવાળા તથા દેવાને કારણે 8007 કિસાનો અને 4595 કૃષિ મજૂરોએ આત્મહત્યા કરી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button