નાની ઉમર અને દેખાવમાં માસુમ. એકદમ સ્ટુડંટ ટાઈપ અંદાજમાં એક યુવક સાઈકલ લઈને સવારે 10 વાગે IG ઓફિસમાં દાખલ થાય છે. સ્ટેનો વિશે પૂછવા પર એક સિપાહી રૂમ તરફ જવાનો ઈશારો કરી દે છે. યુવકે જેવું જ પહોંચીને સ્ટેનોને કહ્યું કે..જરા આઈજી નો સીયુજી નંબર આપો.
આ સાંભળતા જ સ્ટેનોના માથા પર સીલવટે પડી ગઈ અને કહ્યું કે તમે કોણ છો સીયુજી સીમ લેવા વાળા?.. આ પર યુવકે હસીને કહ્યું-ડીસી સાગર. અહીનો નવો આઈજી. આટલું સંભળતા જ જાણે સ્ટેનોના ચેહરા પર હવાઈઆ ઉડવા લાગી અને ઝટથી હાથ ઉપર કરીને સેલ્યુટ મારતા કહ્યું કે..સરરરરર ..સોરી સર. અમને અંદાજો ન હતો કે તમે અહી સાઈકલ લઈને આવશો. અમે વિચારતા હતા કે તમારા આવવ્વાની સુચના પર અમે ગાડી મોકલશું અને રીસીવ કરશું. તમે તો અમને સરપ્રાઈઝ જ આપી દીધી.
આ છે G ડીસી સાગર. ક્રીમીનલ્સ હોય કે નક્સલી, માત્ર નામથી જ કંપી ઉઠે છે લોકો. ડીસી સાગરની છવી જાણે કે કોઈ ફિલ્મી પોલીસ સિંઘમ થી કમ નથી. આઈજી હોવા છતાં પણ તે મોટાભાગે ઓફિસમાં બેસવાનાબદલે ફિલ્ડ પર જ જોવા મળે છે.
નક્સલ એરિયા હોય તો પોલીસવાળા લોકોને આધુનિક હથિયારોની સાથે-સાથે પાવરફુલ વાહનોની પણ જરૂર પડતી હોય છે. હર કદમ પર જ્યાંખ તરો હોય, ત્યાં તે પોતાનો જીવ જોખમમાં મુકીને ક્યારેક સાઈકલથી તો ક્યારેક નાવ ચલાવીને કામ માટે નીકળી પડતા હોય છે. ઘણીવાર તે બંધુક તાનીને જંગલોમાં જવાનો વચ્ચે પહોંચી જતા, તો ક્યારેક ખુદ ચેક પોસ્ટ પર ચેકિંગ કરવા લાગી જતા હતા.
1992 બૈચના આઈપીએસ ડીસી સાગરે IPS સર્વિસ મીટ_જાન્યુઆરી, 2016)ના દૌરાન જણાવ્યું કે, ‘માત્ર દફતરમાં બેસીને પોલીસગીરી નથી થઇ શકતી. મૈદાની અમલેને દુરસ્ત રાખવા માટે સાહેબ બનીને કામ ના કરી શકાય, તેઓની સાથે કદમ થી કદમ મિલાવીને કામ કરવું પડે છે’.
કોઈ કાર્યક્રમમાં સુરક્ષા માટે અસ્થાઈ ટેન્ટ લગાવાનું હોય કે બસમાં ચઢીને સામાનની ચેકિંગ કરવાની હોય, આઈજી સાગર આ દરેક કામ ઘણી વાર ખુદ પોતાની જાતે જ કરે છે.