IndiaInternationalNewsPolitics

મોદીનો બૂલેટ ટ્રેનનો ડ્રીમ પ્રૉજેક્ટ અટક્યો, જાપાને ફન્ડિંગ રોકતા કહ્યું- પહેલા દેશના ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બૂલેટ ટ્રેનના ડ્રીમ પ્રૉજેક્ટને મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રૉજેક્ટનુ ફન્ડિંગ કરવા વાળી જાપાની કંપની જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જીકા)એ બૂલેટ ટ્રેન નેટવર્ક માટે ફન્ડિંગ અટકાવી દીધું છે. જાપાની કંપનીએ મોદી સરકારને કહ્યું છે કે આ પ્રૉજેક્ટ પર આગળ વધતા પહેલા દેશના ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

એક લાખ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટથી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન અધિગ્રહણનો મામલો વિવાદોમાં પડ્યો છે. આ વિવાદને જોતા કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી છે, જ્યારે જાપાની કંપનીએ ફન્ડ રોકતા કહ્યું છે કે, મોદી સરકારે પહેલા ખેડૂતોના પ્રશ્નો હલ કરવા જોઇએ.

જીકા જાપાન સરકારની એજન્સી છે અને તે જાપાન સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સામાજિક-આર્થિક નીતિઓનુ નિર્ધારણ કરે છે. જ્યારે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ) એ ભારતમાં બૂલેટ ટ્રેનની જવાબદારી લીધી છે.

જગતના તાતનો આવ્યો રડવાનો વારો, 1 કિલો લસણના મળે છે 75 પૈસા

છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે.

ખેડૂતોને લસણનો યોગ્ય ભાવ મળી નથી રહ્યો જેથી જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. લસણનો ભાવ સતત ઘટી રહ્યો છે ત્યારે ખેડૂતોને એક કિલો લસણના માત્ર 75 પૈસા મળી રહ્યાં છે. ખેડૂતોને મણે 150 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ 2015-16માં દેશી લસણના ભાવ મણના રૂા.1400 હતા, તેની સામે આજે રાજકોટ યાર્ડમાં રૂા.60 થી 275ના ભાવે સોદા થઇ રહ્યાં છે.

આ અંગે ખેડૂતો કહે છે કે છેલ્લા બે વર્ષથી લસણમાં પ્રત્યેક ખેડૂતે હજારો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. કેમકે નિકાસ બંધ અને ઉપરથી સ્થાનિકો સારા ઉપ્તાદન છતાં ચાઇનીઝ લસણની ઘુસપેઠ અને બન્ને પરિબળ નડી રહ્યા છે.

અમને બધુ થઇને લસણ એક કિલોના 10થી 15 રૂપિયે પડે છે જ્યારે તેની સામે અમને કિલો લસણનાં માત્ર 75 પૈસા જ મળે છે. એટલે અમારે તો હવે સરકાર કંઇ ન કરે તો વિચારવાનો વારો આવશે કે અમારે ભવિષ્યમાં લસણ વાવવું કે ન વાવવું. જો આવુંને આવું જ રહેશે તો ગુજરાતના ખેડૂતો લસણ જ નહીં વાવી શકે.

એક વીઘા જમીનમાં લસણ વાવવાથી ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી બધુ મળીને પચ્ચીસ-ત્રીસ હજાર ખર્ચ થાય. તેની સામે વીઘે 30 હજાર ઉત્પાદન-ખર્ચવાળા લસણનો ભાવ પ્રતિમણ રૂા.60 રૂપરડી જેવો તળીયો જઇ બેઠો છે. ખેડૂતોનું કહેવું છે કે મળતર તો દૂર, વિધા-દીઠ કેટલા હજાર નુકસાન ખમવું પડશે એની જ હવે તો ચિંતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker