Article

આજે પરશુરામ જયંતી અને અખાત્રીજ ના દિવસે જાણો પરશુરામજી ની દંત કથા વાંચો ક્લિક કરી ને

વાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. કલિયુગમાં 8 ચિરંજીવી છે. આ 8 ચિરંજીવીમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ પણ છે. આજે ભારતભરમાં પરશુરામ ભગવાનના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

ભગવાન શિવના ભક્ત પરશુરામ ન્યાયના દેવ છે. સત્યયુગની શરૂઆત પણ અક્ષય તૃતિયાથી થાય છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન પરશુરામનો જન્મ મહર્ષિ જમદજ્ઞીથી થયો હતો. રેણુકાના ગર્ભાશયની માતા દેવી ઇન્દ્રના વરદાન રૂપે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે પરશુરામને.

પરશુરામનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને કલ્કી પુરાણ જેવા ઘણા ગ્રંથોમાં થયો છે. તેઓ પૃથ્વીથી 21 વખત ઘમંડી અને અવિશ્વસનીય ક્ષત્રિયોનેે હણવા માટે જાણીતા છે.એવું કહેવામાં આવે છે કે ભારતના મોટાભાગનાં ગામો તેમના દ્વારા સ્થાયી થયા હતા. જેમાં કોંકણ, ગોવા અને કેરળનો સમાવેશ થાય છે.

દંતકથા મુજબ ભગવાન પરશુરામે તીરને ગુજરાતથી કેરાલા તરફ દબાવીને સમુદ્રને પાછો ખેંચીને એક તીર બનાવ્યું હતું. આ કારણોસર ભગવાન પરશુરામની ખાસ કરીને કોંકણ, ગોવા અને કેરળમાં પૂજા થાય છેપરશુરામ જયંતિની હાર્દિક શુભકામના.

ભૃગુશ્રેષ્ઠ અને વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ એ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્રરુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના રોજ અવતર્યા હતા. તેમનું નામ રામ રાખવામાં આવ્યું. તેમણે મહાદેવની ઉપાસના કરી તેથી ભગવાન શિવે પ્રસન્ન થઈ વરદાનમાં તેમને પરશુ (કુહાડી) આપી તેથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.

હૈહવકુળનો નાશ કરનાર તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી. પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः |

कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः ||

હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો. તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ મેળવ્યા તેથી તે સહસ્ત્રાર્જુન કહેવાયો અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વાર તે મૃગયા કરવા જંગલમાં ગયો ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડ્યો. જમદગ્નિ ઋષિએ તેની આગતા સ્વાગતા કરી ભોજન કરાવ્યુ.

પરંતુ રાજાની નજર ઋષિની સર્વ સિદ્ધિદાયક કામધેનુ ગાય પર હતી તેથી તેને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી. તેના સૈનિકો કામધેનુ અને તેના વાછરડાને બળજબરીપૂર્વક માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યા. એટલામાં તપશ્ચર્યા કરી પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની હજાર ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો પણ ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં પાછી લાવ્યા અને પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને પરશુરામને કહ્યું કે જેનો રાજ્યાભિષેક થયો હોય તેનો વધ કરવો એ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે દોષરૂપ છે. તેઓએ પરશુરામને પ્રભુમાં મન લગાવી તીર્થસેવન કરવાની આજ્ઞા આપી. પરશુરામે એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી અને જ્યારે આશ્રમે પાછા ફર્યા ત્યારે કલ્પાંત કરતી માતા પાસેથી જાણ્યું કે સહસ્ત્રાર્જુનના પુત્રો પોતાના પિતાના વેરનો બદલો લેવા આશ્રમે આવ્યા હતા અને પરશુરામના પિતા જમદગ્નિ ઋષિનું મસ્તક કાપીને લઈ ગયા.

પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધનો બદલો લેવા તેમણે એકવીસ વખત પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી.

માતા રેણુકાએ પતિના મૃત્યુના શોકમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન પરશુરામજી પોતાના પિતાના આજ્ઞાકારી પુત્ર હતા.

એક વાર માતા રેણુકાથી કોઈ અપરાધ થઈ જતાં પિતા જમદગ્નિ અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના પુત્રોને આજ્ઞા આપી કે તમારી માતા રેણુકાનું માથું ધડથી અલગ કરી દો. પરંતુ ચારમાંથી એકેય દીકરો માતૃઘાત કરવા તૈયાર ન થતાં જમદગ્નિ ભારે ક્રોધિત થયાં અને તેમના ક્રોધની આગમાં ચારેય દીકરા ભસ્મીભૂત થયા. માતા પ્રત્યે અપાર લાગણી હોવા છતાં પિતૃ આજ્ઞાને માન આપીને પરશુરામે દેવી રેણુકાનો વધ કર્યો.

પોતાની જન્મદાત્રી માતાનો માત્ર પિતૃ આજ્ઞાની પાલન ખાતર વધ કરનારા પરશુરામ અત્યંત દુ:ખી થયા ત્યારે જમદગ્નિ ઋષિ પરશુરામને કોઈ વરદાન માંગવા કહે છે, ત્યારે તેમણે વરદાન માગ્યું કે, “મારી માતા તથા ભાઈઓ પુનઃ જીવિત થઈ જાય તથા તેઓને મારા દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો તે વાત સ્મૃતિમાં ન રહે.” આમ પિતા જમદગ્નિએ તથાસ્તુ કહી આર્શીવાદ આપ્યા અને પરશુરામજીની માતા રેણુકા અને ભાઈઓને પુનઃ જીવિત કર્યા જેથી કરીને માતૃહત્યા દોષ અને ભ્રાતૃહત્યા દોષમાંથી પરશુરામજી મુક્ત થઈ ગયા.

આજે અક્ષય તૃતીયા એટલે કે ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિતે સર્વે બ્રહ્મ બંધુઓને મારી શુભેચ્છા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker