વરસાદથી બચવા JCB થી કર્યો દેશી જુગાડઃ જોરદાર વિડીયો વાયરલ થયો

વરસાદની સીઝનમાં બહાર ફરવું તો સારુ લાગે છે પરંતુ તમે જ્યારે બાઈક પર ફરવા જઈ રહ્યા હોય તો આપ પલળી જ જાવ તેમાં કોઈ શંકા નથી. તમે ભલે પછી રેઈન કોટ પહેર્યો હોય પરંતુ ટુ-વ્હીલર પર જતા હોય તો પલળી જ જવાય.

પરંતુ ક્યારેક આપણા દેશી જુગાડ બહુ જ કામ આવી જાય છે કે જે આપને પલળતા બચાવે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જેસીબી વાળાએ રોડ પર ઉભેલા બાઈક સવારને તેજ વરસાદથી એવી રીતે બચાવ્યો કે લોકો ગાડી ઉભી રાખીને વિડીયો બનાવવા લાગ્યા.

આ વિડીયોને આઈએએસ અવનીશ શરણે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. વિડીયોને શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે જ્યારે શક્ય હોય ત્યારે દયાળુ રહો. આ દરેક વખતે શક્ય છે. આજે શેર કરવામાં આવેલા આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 13,000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે અને 200 થી વધારે લોકોએ આ વિડીયો ટ્વીટ કર્યો છે.

Scroll to Top