જમ્મૂ-કાશ્મીરમાં પોલીસ અને સીઆરપીએફની નાકા પાર્ટી પર ગ્રેનેડ હુમલો થયો છે. આ આતંકી હુમલો પુલમાના મુખ્ય ચોક પર થયો છે. જમ્મૂ-કાશ્મીરને લઈને આવતીકાલે વડાપ્રધાનની અધ્યક્ષતામાં થનારી બેઠક પહેલા 24 કલાકમાં સુરક્ષા કર્મચારીઓ પર આ ત્રીજો આતંકી હુમલો છે.
હકીકતમાં જમ્મૂ-કાશ્મીર પર આવતીકાલે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. પરંતુ આ બેઠક પહેલા આતંકીઓ બોખલાયા છે અને આ નાપાક. આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળો પર છેલ્લા 24 કલાકમાં આ ત્રીજો આતંકી હુમલો છે.
પોલીસ અને સીઆરપીએફની પાર્ટી પર આતંકીઓએ ગ્રેનેડથી એટેક કર્યો હતો. બાદમાં સુરક્ષાદળઓએ જવાબી કાર્યવાહીમાં કેટલીક ગોળીઓ પણ ચલાવી. જો કે, હજી સુધી જાનમાલના કોઈ નુકસાનની સૂચના નથી.
આ પહેલા આતંકવાદીઓએ ઈન્સ્પેક્ટર પરવેજને નિશાન બનાવ્યા હતા. પરવેજને એ સમયે નિશાન બનાવવામાં આવ્યા જ્યારે તેઓ નમાજ પઢીને પરત આવી રહ્યા હતા. તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પરવેજ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.