લિજ્જત પાપડ કેવી રીતે બન્યું 800 કરોડની બ્રાંડ
આજથી લગભગ 68 વર્ષ પહેલા જ્યારે મુંબઈમાં 7 ગુજરાતી મહિલાઓએ એક સ્વાદિષ્ટ દુનિયાને આપ્યો. દુરદર્શન જોનારી અને તેની બાદની પેઢીના ઘણા લોકો ‘કુર્રમ-કુર્રમ…’ જાહેરાતથી પરિચિત હશે. અબજો કરોડના સામ્રાજ્યવાળી આ બ્રાંડ પાછળ એક કહાણી છે. ઈન્ટરનેટ પર મળેલી રિપોર્ટ મુજબ એક સમયે 80 રૂપિયાની ઉધારી સાથે શરૂ થયેલી આ બ્રાંડ આજે 800 કરોડની છે.
43 હજાર મહિલાઓને આપે છે રોજગારી
લિજ્જત પાપડના સફળ સહકારી રોજગારે 43 હજાર મહિલાઓને કામ આપ્યું છે. 1950માં સાત ગુજરાતી મહિલાઓએ રોજી-રોટી ચલાવવા માટે પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તેમની પાસે એક ખાસ આવડત હતી, જેનાથી તે પોતાનો ખર્ચ કાઢી શકતી હતી પરંતુ કામ શરૂ રવા માટે પૈસા નહોતા. તેમણે સર્વેન્ટ્સ ઓફ ઈન્ડિયાના સદસ્ય અને સામાજિક કાર્યકર્તા છગનલાલ કરમસી પારેખ પાસેથી 80 રૂપિયા ઉધાર માગ્યા.
શરૂઆતમાં મુંબઈમાં વેચતા પાપડ
આ રકમથી નુકસાનમાં ચાલી રહેલા પાપડ બનાવવાના ઉદ્યોગને ખરીદાયો અને સામગ્રી સહિતની જરૂરી સામાન એકઠો કરાયો. તેમાથી મહિલાઓના સશક્તિકરણ માટે મહિલાઓ દ્વારા જ સંચાલિત એક ઐતિહાસિક કંપની ઊભી થઈ ગઈ. 15 માર્ચ 1959એ જાણીતી મર્ચેન્ટ ભૂલેશ્વર અને મુંબઈના એક જાણીતા માર્કેટમાં પાપડના પેકેટ વેચવામાં આવતા. શરૂઆતના દિવસો ઘણા મુશ્કેલ હતા. છગનલાલ પારેખ ઉર્ફે છગનબાપા આ મહિલાઓને ખાસ સલાહ આપતા.
એક જ ક્વોલિટીના બનાવે છે પાપડ
શરૂઆતમાં બે ગુણવત્તાવાળા પાપડ બનાવાતા હતા, જેમાંથી એક પ્રકારના પાપડ સસ્તા હતા. પરંતુ છગનબાપાએ સલાહ આપી તે ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ન કરવામાં આવે. આ બાદ લિજ્જતએ સહકારી યોજના તરીકે વિસ્તાર કર્યો. શરૂઆતમાં નાની છોકરીઓ પણ કામ કરતી પરંતુ બાદમાં તેમની ઉંમર 18 વર્ષની નક્કી કરવામાં આવી. ત્રણ મહિનાની અંદર જ 25 મહિલાઓ પાપડ બનાવવાનું કામ કરવા લાગી.
પહેલા વર્ષે 6196 રૂપિયાના પાપડ વેચ્યા
પહેલા વર્ષમાં પાપડનું 6196 રૂપિયાનું વેચાણ થયું. તૂટેલા પાપડ પાડોશીઓને વહેંચી દેવામાં આવતા હતા. ઘીમે-ધીમે લોકો દ્વારા અને સ્થાનીક ન્યઝ પેપર્સમાં લેખો દ્વારા પાપડ લોકપ્રિય થવા લાગ્યા. બીજા વર્ષમાં લગભગ દોઢસો મહિલાઓ કામ સાથે જોડાઈ અને વર્ષમાં અંત સુધીમાં તેમની સંખ્યા 300 થઈ ગઈ. 1962માં પાપડનું નામ લિજ્જત અને સંગઠનનું નામ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ રાખવામાં આવ્યું. આજે બજારમાં આ સંગઠન તરફથી ઘણા પ્રકારના પાપડ સહિત મસાલા, અથાણું, લોટ, ડિટર્જેન્ટ પાઉડર અને લિક્વિડ ડિટર્જેન્ટ ઉપલબ્ધ છે.