સુરતઃ તલવાર સાથે આતંક મચાવનાર લેડી ડોન “ભૂરી”, મોડેલ જેવો અંદાજ, જુઓ તસ્વીરો

સુરતઃ વરાછામાં લેડી ડોન ભૂરીના તલવાર સાથે ફરી આતંક મચાવતા વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ લેડી ડોનના સોશિયલ મીડિયામાં ઘણા ચાહકો છે. અને ફેસબૂકમાં લાઈકોનો ઢગલો થઈ ગયો છે. દરમિયાન ધરપકડ પહેલાં લેડી ડોને એક ફોટોશૂટ કરાવ્યું હતું. જે તેણે સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યું છે.
તલવાર સાથે મચાવ્યો ફરી આતંક
ધૂળેટી પર તલવાર સાથે આતંક મચાવનાર અને કડોદરામાં રહેતી અસ્મીતાબા ગોહિલ ઉર્ફે લેડી ડોન ભૂરીની પોલીસ ધરપકડ કરી જેલ હવાલે કરી હતી. જોકે, થોડા દિવસો બાદ જામીન મેળવી બહાર આવી ગઈ હતી. દરમિયાન 21મી મેના રોજ ફરી લેડી ડોને તલવાર સાથે લાભેશ્વરની દુકાન બંધ કરાવ્યા બાદ એક યુવક પાસેથી બાઈક અને રૂપિયાની લૂંટ ચલાવી હતી. જેથી પોલીસ બે લૂંટના ગુના નોંધી ધરપકડ કરી હતી. અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આતંક મચાવતા પહેલાં કરાવ્યું હતું ફોટોશૂટ
ધૂળેટી પર તલવાર લઈ આતંક મચાવવાના વીડિયો વાયરલ થયા બાદ ધરપકડ કરી લેડી ડોનને જેલ હવાલે કરી હતી. અને જામીન મેળવી બહાર આવી હતી. દરમિયાન એપ્રિલ મહિનામાં તેણે મગદલ્લામાં કોઈ જગ્યાએ ફોટોશૂટ કરાવ્યું હોવાનું સોશિયલ મીડિયાની તસવીરો પરથી લાગી રહ્યું છે. દરમિયાન ફરી તલવાર સાથે આતંક મચાવતા ફરી જેલ હવાલે થઈ છે.