ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, માવઠું થશે તો ઘઉં અને જીરુને નુકસાનની ભીતિ

રવિવાર રાત્રથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ હતી જ્યારે આજે સવારથી ગુજરાતના મોટા ભાગના શહેરોના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું.દક્ષિણ ગુજરાત, અરવલ્લી મોડાસા, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં સોમવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને કારણે લોકોને વધારે ઠંડીનો અનુભવ પણ થયો હતો.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલના વાતાવરણને જોતા બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યાર બાદ વાદળો વિખેરાતા ઠંડીના પ્રમાણમાં થોડો વધારો થાય તેવી શકયતા જોવા મળી રહી છે. આજે આશંત વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.રાજ્યના મોટા શહેરો રાજકોટ, સુરત , ભાવનગર, અમદાવાદ, ભૂજમાં 7 તારીખ સુધી થોડા વાદળો જોવા મળશે ત્યાર બાદ સંપૂર્ણપણે વાદળો વિખેરાઈ જશે.

જોકે આ પ્રકારના વાદળોથી ઘઉં, જીરું તેમજ મકાઇના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. જો વાદળીયા વાતાવરણના કારણે વરસાદ પડ્યો તો ઘઉં અને જીરાના ખેડૂતોના ઊભો પાક બગડવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતના ખેડૂતો આમ પણ તેમના પાકના બજાર ભાવ ન મળવાને લઇને મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યાં જ વાદળીયા વાતાવરણે પણ તેમની ચિંતા વધારી છે. જો કે હવામાન ખાતાએ વરસાદની સંભાવના ઓછી જણાવી છે. પણ ઠંડીનો ચમકારો વધતા વળી પાછા શરદી અને તાવના કેસ વધી શકે છે તેમ જણાઇ રહ્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here