ભૂખ હડતાલ પર ઉતરેલા નેતાઓ બિરયાની-દારૂ પાર્ટી કરતા ઝડપાયા

AIADMK (All India Anna Dravida Munnetra Kazhagam) માટે શરમજનક તસ્વીરો જોવા સામે આવી છે. AIADM ના નેતા કેન્દ્ર દ્વારા કાવેરી પ્રબંધન બોર્ડના ગઢન ન કરવાના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાલ પર બેઠા હતા પરંતુ હડતાલની વચ્ચે જ તેમણે લન્ચ બ્રેક લઇ લીધો હતો. ભૂખ હડતાલ પર ઉતરેલા પાર્ટીના નેતાઓ બિરયાની અને દારૂ પાર્ટી કરતા જોવા મળ્યા હતા જેના ફોટા સામે આવ્યા છે.

ફોટામાં વેલ્લોરમાં અમુક નેતાઓ બિરયાની ખાતા નજરે પડી રહ્યા છે જયારે કોયન્બટૂર અને સલેમ પાર્ટીના ઘણા નેતા દારૂ પિતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર નેતાઓની આ કરતૂત વાયરલ થઇ રહી છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે નેતાઓ અનશનના નામે દારૂ અને બિરયાનીની મહેફિલ માણી રહ્યા છે.

કાવેરી જળ વિભાજનને લઇને તમિલનાડુના લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સીએમ પલાનીસ્વામી અને ડેપ્યુટી સીએમ પન્નીરસેલ્વમ પોતે ભૂખ હડતાલમાં શામેલ થયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લોકો કેન્દ્ર સરકારને કાવેરી પ્રબંધન બોર્ડના ગઠનની માંગ કરી રહ્યા હતા પરંતુ નેતાઓએ લોકોની ભાવનાની પરવાહ કર્યા વગર ભૂખ હડતાલના નામે મજાક કરી હતી.

ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના એક દિવસના અનશન શિવાય મંગળવારે ઘણા મજૂર સંગઠનોએ એક દિવસ માટે તામિલનાડુ બંધનું એલન કર્યું હતું. જેના લીધે તમિલનાડુમાં લગભગ 21 લાખ દુકાનો બંધ રહી હતી. ટીટીવી દીનાકરણે ત્રિચી એરપોટ સુધી કિસાન સાથે એક રેલી કાઢી હતી. દીનાકરણે હાલમાં જ અમ્મા મુનેત્ર કઝગમ નામની નવી પાર્ટી બનાવી છે. તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી સીએમકેએ 5 એપ્રિલે તમિલનાડુ બંધનું એલન કર્યુ હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here