ક્રિકેટ ઇતિહાસના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો આજે 45મો બર્થડે છે. સચિનના ક્રિકેટના રેકોર્ડને તો તમે બધા જાણો જ છો પરંતુ આજને બર્થડે પર જાણે કઈ જીદના કારણે સચિનનો જીવ મુકાયો હતો જોખમમાં. જાણો નાનપણથી જ કેટલા જીદ્દી હતા સચિન તેંડુલકર.
ક્રિકેટના મેદાનમાં લગભગ બધા જ રેકોર્ડ પોતાને નામ કરવાવાળા સચિનને ક્રિકેટના ભગવાન તેમની જીદે બનાવ્યા છે. જીદ રન બનાવવાની અને જીદ ક્રિકેટને જ જીવવાની. આ જીદના કારણે જ 2011માં વર્લ્ડકપ જીતવાનું પોતાનું સ્વપ્ન તેઓ પૂર્ણ કરી શક્યા.
24 એપ્રિલ 1973માં મુંબઈના સામાન્ય મરાઠી પરિવારમાં જન્મેલા સચિન બાળપણથી જ ખૂબ જીદ્દી હતા. પોતાના જીવન પર લખેલા પુસ્તકમાં પણ સચિને આ જીદ્દીપણાનો ઉલ્લેખ કર્યો છે.
સાઇકલ માટે જોખમમાં મુકાયો હતો જીવ
બાળપણમાં તેમના દોસ્તો પાસે સાઇકલ હતી જ્યારે સચિન પાસે સાઇકલ નહોતી. જેના કારણે તમણે પિતા પાસે સાઇકલ લેવા માટે જીદ્દ કરી. પરંતુ આર્થિક કારણોસર તેમના પિતાએ સાઇકલ અપાવવાનું ટાળ્યું. જેનાથી સચિન એટલા ગુસ્સે ભરાયા કે અઠવાડીયા સુધી ઘર બહાર જ નીકળ્યા નહીં.
બસ ઘરની બાલ્કનીમાંથી પોતાના મિત્રોને સાઇકલ ચલાવતા જોતા રહેતા. એવામાં એક દિવસ મિત્રોને જોવા જતા તેમનું માથુ બાલ્કનીની ગ્રિલમાં ફસાય ગયું હતું.
કલાકોની જહેમત બાદ માતાએ સચિનને માંડ બચાવ્યા
આ કારણે સમગ્ર ઘરમાં દોડધામ મચી ગઈ અને કેટલાક કલાકોની જહેમત બાદ તેમની માતાએ ખૂબ બધુ તેલ નાખી સચિનને રેલિંગમાંથી સહિસલામત બહાર કાઢ્યા. સચિને આ ઘટનાનો ઉલ્લેખ તેમની પુસ્તક ‘પ્લેઇંગ ઇટ માય વે’માં પણ કર્યો છે. તેમની પુસ્તકમના ‘ચાઇલ્ડહુડ’ નામના ચેપ્ટરમાં આ ઘટનાનો સવિસ્તાર ઉલ્લેખ છે.
પોતાના જીદ્દી સ્વભાવ અંગે ઘણીવાર બોલી ચૂક્યા છે
સચિને પોતાની પુસ્તક ઉપરાંત ઘણા પ્રસંગે પણ પોતાના જીદ્દી સ્વભાવ અંગે ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ બાળપણમાં હું ખૂબ જીદ્દી સ્વભાવનો હતો. મિત્રોને જોઈને મને પણ સાઇકલ જોઇતી હતી જેથી મે કેટલાય ઉધામા કર્યા હતા. અંતે મારા પિતાએ કહ્યું હતું કે થોડા દિવસો બાદ તેઓ મને સાઇકલ લઈ દેશે.’ બાળકોનો આર્થિક ઉછેર ખરેખર અઘરી બાબત છે.
સાઇકલ મળી તો કર્યું એક્સિડન્ટ
સચિને આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મારી જીદને જોઈને હું કોઈ નવું જોખમભર્યું પગલું ન ભરૂ માટે મારા પિતાએ મને જેમ તેમ કરીને એક સાઈકલ લઈ આપી. જોકે આ ખુશી પણ મારા માટે વધુ લંબો સમય ન ટકી. ગણતરીના કલાકોમાં જ સાઇકલ ચલાવતા ચલવતા મારો અકસ્માત થયો. મને ઘણી ઈજા થઈ હતી. જેના કારણે મારા પિતાએ મને સાઇકલ ચલાવવાની મનાઈ ફરમાવી. જોકે લાખ જીદ્દી હોવા છતા આ વખતે મારે તેમની વાત માનવી પડી હતી.’
આ જ જીદે ક્રિકેટમાં વર્લ્ડકપ પણ જીતાડ્યો
કચાદ આ જ જીદના સચિનને 2011ના વર્લ્ડકપની જીત સુધી લઈ ગઈ હતી. તાજેતરમાં જ તેમના જીવન પર આધારિત ફિલ્મ ‘સચિનઃ અ બિલિટન ડોલર ડ્રિમ્સ’ નું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મ 27 મેના રોજ રીલિઝ થશે. સચિને કહ્યું કે આ ફિલ્મ ફક્ત મારા ક્રિકેટ કેરિયરને લઈને નથી. અમે તેમાં બીજી પણ ઘણી બાબત વણી લીધી છે.