ArticleNews

શું તમારી પાસે LICની પોલીસી છે? તો આ વાતોનું રાખજો ધ્યાન નહીં તો થશે મોટો ફ્રોડ

ભારતીય જીવન વીમા નિગમમાંથી તમે કોઇપણ વીમા પોલીસી લેવાનું વિચારી રહ્યાં છો તો તમારે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. લોકોને પોલીસી લેવા માટે એલઆઈસી પર સૌથી વધુ વિશ્વાસ કરે છે અને કદાચ તેના કારણે જ કેટલાક લોકો તેનો ફાયદો ઉઢાવીને ફ્રોડ કરે છે. પોતાના પોલીસી હોલ્‍ડરોને આ ફ્રોડથી બચાવવા માટે એલઆઈસીએ એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં સાત એવી વાત જણાવવામાં આવી છે જેનું તમારે પોલીસી લેતી વખતે ઘ્યાન રાખવું જોઇએ.

વગર વાંચે સહી ન કરવી- એસઆઈસી એજન્ટ હોય કે કોઇ અન્ય જ્યાં સુધી તમને પોલીસી અંગે તમામ માહિતી સ્પષ્ટ ન હોય ત્યાં સુધી કોઇપણ દસ્તાવેજો પર સાઇન ન કરવી. વીમા પોલીસી સાથે જોડાયેલ નવા નિયમ તથા શરતોને પહેલા સારી રીતે સમજી લો. જે પછી જ ક્યાંય સહી કરો.

ઓરિજીનલ પેપર કોઇને ન આપો – ભારતીય જીવન વીમા નિગમ કોઇપણ વ્યક્તિને તે અધિકાર નથી આપતો કે તે તમારા ઓરિજીનલ પેપર લઇ લે. એટલે કોઇપણ જો વીમા પોલીસી સાથે જોડાયેલા ઓરિજીનલ પેપર માંગે તો તમે ના કહી શકો છો.

આ જ નામથી આપો ચેક – એકવાર તમે વીમા પોલીસી નક્કી કરી લો છો. જે પછી તમે પ્રીમીયમ ચેક ભરો છો તેને માત્ર Life Insurance corporation of Indiaના નામે આપવો. જો તમારી પાસે કોઇ અન્યના નામે ચેક માંગે તો ન આપો.

શંકા જાય તો પૂછો- જો પોલીસી અંગે કે તેના એજન્ટ સાથે સંબંધમાં તમારા મનમાં કોઇપણ શંકા ઉઠે તો પહેલા તમે તમારી નજીકની એલઆઈસીની ઓફિસમાં જઇને જાણકારી મેળવો.

બાકી રકમ માટે ફોન આવે તો- એલઆઈસી પોતાના પોલીસી હોલ્ડરને બોનસ અને બાકી રકમ ભરવા માટે ક્યારેય ફોન નથી કરતી. જો તમને આવો કોઇ કોલ આવે તો સતર્ક થઇને આ અંગેની ફરિયાદ એલઆઈસીને જરૂર કરો.

આવી ઓફર્સથી સાવધાન- જો એલઆઈસીના નામથી તમને કોઇ ફોન આવે છે અને તે કંપનીના નામ પર ઓફરની લાલચ આપે છે તો તેવી સ્થિતિમાં તમને આ ફોન એલઆઈસીમાંથી જ ફોન આવ્યો છે કે નહીં તે જરૂર ચેક કરજો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker