યૂનાઈટેડ કિંગડમના કપલ જેમ્સ અને ક્લો લસ્ટેડની લવ સ્ટોરી આપણને લવ ઈઝ બ્લાઈન્ડ કહેવત યાદ અપાવે છે. આનો અર્થ એ છે કે, પ્રેમ આંધળો હોય છે. તમે જે વ્યક્તિને પ્રેમ કરો તેની ખામીઓ ક્યારેય ન જોવી જોઈએ.
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, 33 વર્ષીયય એક્ટર જેમ્સ લસ્ટેડ અને ટીચરનું કામ કરનારી 27 વર્ષની ક્લો લસ્ટેડે 2016 માં લગ્ન કર્યા હતા. બંન્ને જ યૂકેના રહેનારા છે. બંન્ને એક જ શહેરના છે અને તેમની લવ સ્ટોરી યૂનિક છે.
આ વર્ષે 2 જૂનના રોજ તેમણે એક મેરિડ કપલની લંબાઈ મામલે સૌથી મોટા અંતરનો રેકોર્ડ બ્રેક કર્યો. જેમ્સની હાઈટ 109.3 સેમી (3 ફૂટ 7 ઈંચ) અને તેમની પત્ની ક્લો 166.1 સેમી (5 ફૂટ 5.4 ઈંચ) છે. આ કપલ વચ્ચે 56.8 સેમી એટલે કે આશરે 2 ફૂટ (1 ફૂટ 10 ઈંચ)નું અંતર છે.
જેનેટિક ડિસઓર્ડરના કારણે જેમ્સની હાઈટ વધી નથી. ડાયસસ્ટ્રોફિક ડિસપ્લેસિયાના કારણે તેની હાઈટ વધી શકી નથી. 2012 માં જેમ્સ દ્વારા પોતાના હોમટાઇનમાં ઓલમ્પિક મશાલ લઈ ગયા બાદ તેના કેટલાક દોસ્તોએ તેની ક્લો સાથે મુલાકાત કરાવી. ક્લો માટે આ પ્રથમ નજરે થયેલો પ્રેમ હતો. ક્લો ને લાંબા પુરુષો પસંદ હતા. જો કે, તેનું મન ત્યારે બદલાયું જ્યારે તે જેમ્સને મળી અને તેની સાથે પ્રેમ થયો. પરંતુ તેને થોડીક ખટક હતી કે લોકો અમારી રિલેશનશિપ પર કેવા રિએક્શન આપશે.