છ આત્મહત્યાથી મરાઠા અનામત આંદોલને પકડી આગ, આજે મુંબઇમાં ‘જેલભરો’ કાર્યક્રમ

મરાઠા અનામત આંદોલન ધીમે ધીમે વધારે ઉગ્ર બનતું જાય છે. આ આંદોલનમાં અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. આજે મુંબઇમાં મરાઠા અનામત આંદોલનને લઇને જેલભરો આંદોલન શરૂ થયું છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. સાથે સાથે રાજ્યમાં વધારે કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

લોકોની આત્મહત્યા કરવાથી મહારાષ્ટ્રમાં પ્રદર્શનમાં વેગ મળ્યો છે. મરાઠા સમુદાયના લોકોએ મંગળવારે ઔરંગાબાદ-જલગાંવ માર્ગ ઉપર રસ્તા રોકો પ્રદર્શન કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, મરાઠવાડા ક્ષેત્રના બીડ જિલ્લાના વીદા ગામમાં 35 વર્ષીય મજૂર અભિજીત દેશમુખે પોતાના ઘર પાસે એક ઝાડ પર લટકીને ફાંસો ખાઇ લીધો હતો.

તેમણે જણાવ્યું હતું કે, મરાઠવાડા ક્ષેત્ર લાતૂર જિલ્લામાં મરાઠા અનામતની માંગને લઇને આઠ પ્રદર્શનકારીઓએ પોતાના શરીર ઉપર કેરોસિન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. મરાઠા સમુદાયના લોકોએ કહ્યું કે રાજ્યમાં ભાજપ સંચાલીત સરકાર દેખાવકારો સામે ફરિયાદો પાછી ખેંચવામાં નિષ્ફળ રહી છે. તેની સામે મુંબઇમાં પ્રદર્શન ચાલું છે.

લાતૂરમાં પોલીસ અધીક્ષક શિવાજી રાઠોડના જણાવ્યા પ્રમાણે લાતૂર જિલ્લાના ઔસામાં તહેસીલદાર કરેચી બહાર આઠ લોકોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસને સમયસર તેમના આ પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. દેખાવકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અમે લોકોએ તેમને વિશ્વાસ અપાવ્યો છે કે, તેમની માંગણી સરકાર સમક્ષ મુકવામાં આવશે.

સકલ મરાઠા મોર્ચાના નેતા પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, મરાઠા સમુદાયના લોકો બુધવારે મુંબઇમાં જેલભરો આંદોલન કરશે. આ પહેલા મરાઠા સંગઠનોએ કહ્યું હતું કે, તેમની અનામતની માંગને સમર્થમાં નવ ઓગસ્ટે મુંબઇમાં એક મહારેલી યોજવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here