આને કહેવાય “મૃગજળ” જેવો પ્રેમ: 24 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને લઈને ભાગી ગઈ

વર્તમાન સમયમાં સમાજમાંથી જે કલંકિત કરનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેને જોઈને સ્પષ્ટી રીતે પ્રતિત થાય કે, કળીયુગ બહુ કપરી રીતે લોકોનામાં બેઠો છે. એવા કિસ્સાઓ કે જે સંસ્કારી સમાજને કલંકિત કરી નાંખે. અત્યારે માણસોને પ્રેમ બહુ થાય છે, પ્રેમ તો પહેલાના સમયમાં પણ થતો હતો, “પરંતુ એ પ્રેમ કોઈના શરીર સાથે નહી પણ કોઈના આત્મા સાથે થતો હતો”, “કોઈના ચહેરાની સુંદરતા સાથે નહી એ પ્રેમતો કોઈના વ્યક્તિત્વના અજવાળા સાથે થતો હતો”.

પણ વર્તમાન સમયમાં મૃગજળ જેવો જે પ્રેમ થાય છે, તે અનેક પરિવારોને બરબાદ કરી નાંખે છે. આ મૃગજળ જેવો પ્રેમ એટલે, જે દેખાય એની સાથે પ્રેમ થાય, પરંતુ હકીકત જે દેખાયું એ હોય જ નહી.

પ્રેમ આંધળો હોય એ સાંભળ્યું હતું પણ પ્રેમ મૂર્ખતો ના જ હોઈ શકે એ વિશ્વાસ પણ છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે.
અહીંયા રહેતી 24 વર્ષીય યુવતીને એક 17 વર્ષીય સગીર યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. પરિણીતા સગીર પ્રેમી સાથે ઘરેથી 340 રૂપિયા લઈને ભાગી ગઈ હતી. સગીર યુવકના માતા-પિતાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં સગીરનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ બંન્ને પ્રેમી પંખીડાઓ 13 દિવસ સુધી સંતરામપુરમાં રોકાયા હતા અને ત્યાંથી ઝડપાયા હતા.

ખોખરા વિસ્તારમાં એક 17 વર્ષીય સગીરના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. મણિનગર પોલીસે સગીરના અપહરણ અંગે તપાસ હાથ ધરી હતી. દરમીયાનમાં અપહરણ કેસમાં સોનલ પાટીલ નામની 24 વર્ષીય મહિલાને પોલીસે પકડી પાડી હતી. પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે, તે ત્રણ સંતાનોની માતા છે.

સોનલ પણ થોડા દિવસ પહેલા તેના ઘરેથી નીકળી ગઈ હતી. સોનલ સગીરના પ્રેમમાં પડી હતી અને તેને મળતી હતી. બાદમાં સોનલ સગીરને લઈને ભાગી ગઈ હતી. સગીર ગુમ થતા મણીનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ ખોખરામાં પણ આ મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ થઈ હતી.

પોલીસે તપાસમાં સંતરામપુર પહોંચી ત્યાં પરિણીતા અને સગીર બન્ને માલી આવતા પોલીસ ચોંકી ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે, બંને અમદાવાદથી નીકળી એસટી બસ મારફતે સંતરામપુર પહોંચ્યા હતા. 340 રૂપિયા લઈને નીકળેલા આ પ્રેમી પંખીડા પાસે વધુ રૂપિયા ન હોવાથી ત્યાં જઈને મોબાઈલ ફોન વેચી 540 રૂપિયા મેળવી ગુજરાન ચલાવ્યું હતું.

બંને એક જ કિટલી પર દિવસમાં બેથી ત્રણવાર ચા પીવા આવતા હોવાની બાતમી મળતા પોલીસને બંનેની ભાળ મળી હતી. બંને ત્યાં કોઈના ઘરે કામ કરતા હતા. 13 દિવસ સંતરામપુરમાં રોકાતા મહિલા અને સગીર પ્રેમી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સગીરાની મેડિકલ તપાસ હાથ ધરી મેડિકલ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું.

Scroll to Top