કુદરત સાથે કોને પ્રેમ નથી હોતો. હરિયાળી, નદી, સમુદ્ર પહાળ તમને અંદરથી ખુશી આપે છે. એટલે જ તો આપણે વેકેશનમાં રજાઓ ગાળવા માટે હજારો લાખો રૂપિયા ખર્ચીને પ્રકૃતિનાં સાનિધ્યમાં જવાનું પસંદ કરીએ છીએ.
ઘણાં લોકો સ્વિમિંગ પૂલમાં તરવાનાં શૌખિન હોય છે ત્યારે આજે અમે એવા કેટલાંક સ્વિમિંગ પૂલની માહિતી આપની માટે લઇને આવ્યા છે જે કુદરતની કારામત છે. ચાલો જોઇએ દુનિયાનાં સૌથી સુંદર કુદરતી સ્વિમિંગ પૂલ
Ik kil cenote- મેક્સિકોમાં આવેલું Ik kil cenote કુદરતી કરામતનો એક નમૂનો છે. અહીંની મુલાકાત લેનારાઓને લાગે છે કે તેઓ આ ધરતી પર નહીં પણ સ્વર્ગમાં છે. અહીંનું સ્વચ્છ કાંચ જેવું લીલુ પાણી મંત્રમુગ્ધ કરી દે છે. ઓરિજોનાના ગ્રેન્ડ કાનયોનની હાવાસ ફોલ્સનું 90થી 100 ફૂટ ઉંડે આવેલું છે. અહીંનાં પાણીમાં લીલો અને વાદળી રંગ ઝલકે છે. આ ઝીલ લાલ રંગની ચટ્ટાનોની વચ્ચે છે જે તેને કિનારે જોવા મળે છે.
આઇલેન્ડ Blue Lagoon અહીંનાં હુંફાળા પાણી માટે જાણીતુ છે અહીનું પાણી સ્પા લેવા જેવું હોય તેમ કહેવામાં આવે છે.
ઝિમ્બાબ્વેનું Victoria Falls નો Devil’s Pool 328 ફૂટ ઉંચાઇએ આવેલો છે. તે દુનિયાનું સૌથી ઉંડુ વોટરફોલ માનવામાં આવે છે.
ઇઝરાયલ અને જોર્ડનનો Dead sea પણ પ્રખ્યાત સમુદ્રમાંનો એક છે. તેનાં ખારા પાણીને કારણે અહીં નાહવાની મનાઇ છે. પણ અહીં જનારા લોકો આકર્ષણથી મુગ્ધ થઇ જાય છે. તેનાં પાણીનો રંગ વાદળી અને લીલો છે. જે એકમેકમાં ભળીને એક ઘાટો રંગ બની જાય છે.
સ્કોટલેન્ડની Fingal’s Cave અહીંનાં આયર્લેન્ડની જાણીતી જગ્યામાંની એક છે. અહીંની ગુફામાં હાજર આ નહેરમાં પાણીનો અવાજ તમને એક અલગ દુનિયાનો અનુભવ કરાવે છે.
સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાનાં Sliding Rock અહીંનાં નાના નાના ઝરણામાંથી એક છે. અને અહીંની પ્રખ્યાત જગ્યા છે. અહીં પાણી પડવાની ઉંચાઇ આશરે 8 ફૂટ છે.
Image: flicker & pixabay