સોનમ કપૂરની દુલ્હનના ડ્રેસમાં સામે આવી તવીર, વરરાજાના લૂકમાં જોવા મળ્યો આનંદ આહૂજા

આજે અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજા લગ્નગ્રંથીથી જોડાશે. જેની તડામારા તૈયારીઓ કરવામાં આવી છે. આ ખાસ પ્રસંગે કપૂર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અનિલ કપૂર જાનનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ ગયા છે. ત્યારે બીજુ બાજુ સોનમ કપૂર સાત ફેરા ફરે તે પહેલા દુલ્હન બનીને સજ્જ થઈ ગઈ છે જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

સોનમ કપૂર અને આનંદ આહૂજા લગ્ન થવામાં હવે થોડી જ વાર છે ત્યારે અનિલ કપૂર જાનના સ્વાગત માટે તૈયાર થઈ ગયા છે. આવામાં અનિલ કપૂર હાથ જોડીને મહેમાનોનું અભિવાદન કરી રહ્યો છે.

અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજાની સંગીત સેરેમની સોમવારે રાતે સનટેક બીકેસીમાં યોજાઈ હતી. આ ફંક્શન માટે ડ્રેસ કોડ ઈન્ડિયન ફેસ્ટિવ શેડ્સ ઓફ વ્હાઇટ રાખવામાં આવ્યો હતો.

મોટાભાગના સેલેબ્સ પણ ડ્રેસ કોડમાં સજ્જ થઈને આવ્યા હતા. જ્યાં સેલેબ્સે ખૂબ જ મસ્તી કરી હતી. જોકે આનંદ આહૂજાએ સોનમના ગાલ પર કિસ કરી હતી જેની તસવીર વાયરલ થઈ હતી.

સોનમે ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલા અને અબૂ જાનીએ તૈયાર કરેલો લહેંગો પહેર્યો હતો. લહેંગો ગોલ્ડન અને વ્હાઈટ કલરનો હતો. સોનમે તેની સાથે નેક્લેસ, ઝૂમખો, ટીકો અને કડું પહેર્યું હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here