AhmedabadGujaratNews

આવી છે 582 કરોડના ખર્ચે અમદાવાદમાં બનનારી સરકારી હોસ્પિટલ, જુઓ અંદરની તસવીરો

અમદાવાદ શહેરમાં વર્લ્ડ ક્લાસ આરોગ્ય સેવા મળી રહે તેવા માટે વી એસ હોસ્પિટલ અને સાબરમતી રિવરફ્રન્ટના કિનારે અતિ આધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યુ છે. 2019ના જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભાઇ પટેલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તો શું છે સરદાર પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ખાસિયત જોઇએ..

સાબરમતી નદીના કિનાર અને વી એસ હોસ્પિટલના કેમ્પસમાં આકાર પામી રહેલી આ અત્યાધુનિક હોસ્પિટલનું નામ સરદાર વલ્લભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ છે. ગુજરાત સરકારના સહયોગથી નિર્માણ થયેલી એક માત્ર હેલીપેડ ધરાવતી સરકારી હોસ્પિટલ બની રહેશે. રાજ્ય સરકાર અને એએમસીના સંયુક્ત સાહસથી રૂપિયા 582 કરોડના ખર્ચે 18 માળની ગગનચુંબી હોસ્પિટલનું નિર્માણ થયુ છે.

આજે આ કામગીરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી બની રહેલું આ અદ્યતન આરોગ્ય ધામ રાજ્ય અને અમદાવાદની જનતાને સમર્પિત થવાનું છે. તેમજ આગામી જાન્યુઆરી 2019માં આ સંપૂર્ણ સુવિધા સજ્જ હોસ્પિટલ કાર્યરત થઇ જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે.

સરદાર વલ્લભાઇ પટેલ હોસ્પિટલ રૂ.582 કરોડના ખર્ચે તૈયાર થશે. જેનું ક્ષેત્રફળ 1.49 લાખ ચો.મીટર છે. હોસ્પિટલમાં સીંગલ લાર્જેસ્ટ ફ્રેમ,આર.સી.સી.રોડ અને ટીચીંગની સુવિધા છે.તો પાર્કિંગ માટે 2 લાખ ચો.ફુટ વિસ્તારમાં ફાળવેલો છે. એક સાથે 2 હજાર કાર પાર્ક થઇ શકે તેવી ક્ષમતા છે.

આ હોસ્પિટલમાં ન્યુમેટિક ટયુબ દ્વારા બ્લડ સેમ્પલ અને દવાની હેરફેર થશે..ડીજીટલ કોડેડ સીસ્ટમથી કામ થશે, એક સેકન્ડમાં 40 ફુટ સુધી દવાઓ પહોંચાડી શકાશે. તો એક સેકન્ડમાં 20 ફુટ સુધી બ્લડ સેમ્પલ પહોચશે.

હોસ્પિટલ માટે 7.5 મેગા વોટ પાવરનું સબસ્ટેશન મુકાયું છે. સમગ્ર હોસ્પિટલમાં 1400 કિમી જેટલું વાયરીંગ કરવામાં આવ્યું છે.. 600 સીસીટીવી કેમેરા હોસ્પિટલની ગતિવિધી પર ધ્યાન રાખશે. 6 હજાર કોમ્પ્યુટર પોઇન્ટ રાખવામાં આવ્યા છે.

દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે 25 હાઇ સ્પીડ લીફ્ટની સુવિધા છે. 2 હજાર ટનનો એસી પ્લાન્ટ મુકવામાં આવ્યો છે.

1500 બેડની ક્ષમતા, 139, ICU બેડ્સ 32 ઓપરેશન થિયેટર

મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંર્તગત 582 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ હોસ્પિટલ અમદાવાદની સૌથી ઊંચી હોસ્પિટલ છે. તેમાં કુલ 17 માળ અને હેલિપેડ સાથે બની રહી છે.


અહીં સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝ ઉપરાંત 1500 બેડની ક્ષમતા, 139, ICU બેડ્સ 32 ઓપરેશન થિયેટર, ન્યૂમેટિક ટ્યૂબ દ્વારા બ્લડ સેમ્પલ રિપોર્ટ અને દવાઓની હેરફેર તેમજ અતિ આધુનિક તબીબી સારવાર મળશે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાઇન્સ એન્ડ રિસર્ચની ખાસિયતો

– એએમસીએ 1 લાખ 10 હજાર ચોરસ મીટરમાં એટલે કે 18 ફૂટબોલ ગ્રાઉન્ડ બની શકે તેટલા – વિસ્તારમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી છે.


– એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડની સુવિધા ધરાવતી ગુજરાતની પહેલી સરકારી હોસ્પિટલ
– મેડિકલ,ફિઝીયોથેરાપી અને નર્સિંગ હોસ્પિટલ
-બોયઝ અને ગર્લ્સ હોસ્પિટલની સુવિધા
– દરેક પ્રકારના ઓપરેશન નજીવા દરે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker