જેતપુર: ધોરાજીના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ ભાદરડેમ-2માં જેતપુરના ડાઇંગ ઉદ્યોગના એકમોનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાથી લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. તે અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો આગામી 1 ઓગષ્ટના રોજ ભાદર નદીમાં જળ સમાધિ લઇશ તેવી કલેક્ટરને લેખિતમાં ચિમકી ઉચ્ચારી હતી. તે મામલે કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા ફરી 11 ઓગષ્ટના રોજ પોતાના સમર્થકો સાથે જળ સમાધિ લઇશ તેવો પત્ર રાજકોટ જિલ્લા કલેક્ટરને પાઠવ્યો છે.
આગામી 11 ઓગષ્ટ રોજ ટેકેદારો સાથે જળ સમાધી લઇશું
ધોરાજીમાં ભાદરડેમ-2 તથા ભાદર નદીમાં જેતપુર ડાઈંગ ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી આવતા આ મામલે તંત્ર દ્વારા કોઇ કાયવાહી નહીં થતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જિલ્લા કલેક્ટરને ભાદર ડેમ-2માં જળ સમાધિ લેવાની 1 ઓગષ્ટના રોજ ચિમકી અપાઇ હતી. જે મામલે ધારાસભ્ય લલિત વસોયા જેતપુર ખાતેની પદૂષણ બોર્ડની કચેરી ખાતે ટેકેદારો સાથે દોડી ગયા હતા.
ત્યા જઈને ભાદરડેમ-2ના પદૂષિત પાણી મામલે જવાબદારો સામે કડક હાથે કામ લેવા અગાઉ રજૂઆત કરાઇ હતી. તે અંગે તંત્રએ ભાદર ડેમ-2ના પદૂષિત પાણી મામલે કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતાં ધારાસભ્ય લલિત વસોયાએ ફરીથી જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ધોરાજી તાલુકાના 30 ગામોને પીવાનું પાણી પૂરુ પાડતાં ભાદરડેમ-2માં પદૂષિત પાણી મામલે કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આગામી 11 ઓગષ્ટ રોજ ટેકેદારો સાથે ભૂખી ગામે જળ સમાધિ લઇશું તેવી કલેક્ટરને લેખિત ચિમકી ઉચ્ચારી છે