વાજપેયીની કળશ યાત્રામાં કાર્યકરે રૂપાલાનાં પગરખાં ઉઠાવ્યાં, બીજી મહિલાએ લીધી સેલ્ફીઓ

વડોદરા: અટલ બિહારી વાજપેયી ની કળશ યાત્રામાં મનુભાઇ ટાવરથી બહાર નીકળતી સમયે પગરખા ભૂલી જનાર કેન્દ્રીય મંત્રી પુરોષત્તમ રૂપાલાને એક કાર્યકરે ઉઠાવીને આપ્યા હતા જેનો વિડિયો વાઇરલ થયો છે.જેના પગલે ભાજપમાં વીઆઇપી કલ્ચર છતું થઇ જવા પામ્યું હતું.તો બીજી તરફ મહિલા કાર્યકરોએ યાત્રામાં સેલ્ફી લેતાં ફોટા પણ વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો.

વાજપેયજીની અસ્થિ કળશ યાત્રાના પ્રારંભમાં જ દુર્દશાનો એક નમુનો જોવા મળ્યો

ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયી ભાજપના સ્થાપક સભ્ય હતા. તેઓએ ભાજપને એક સામાન્ય પક્ષમાંથી ભારતના સર્વશક્તિશાળી પક્ષ સુધી પહોચાડ્યો છે. હમેશા સાદગી ભર્યું જીવન જીવતા અટલ બિહારી વાજપેયી ક્યારેય કોઈ કાર્યકરને પગે પણ લાગવા દેતા ન હતા. પંરતુ સોમવારે વાજપેયજીની અસ્થિ કળશ યાત્રાના પ્રારંભમાં જ દુર્દશાનો એક નમુનો જોવા મળ્યો હતો. શહેરમાં સોમવારે કળશ યાત્રા માટે હાજરી આપવા આવેલા કેબીનેટ મંત્રી પુરષોત્તમ રૂપાલા જયારે ભાજપ સભા ખંડમાંથી અસ્થિ કળશ સાથે બહાર આવતા હતા ત્યારે તેઓના પગરખા શોધવા તેઓ પાછળ તરફ ગયા હતા.

મહાપુરુષની કળશ યાત્રામાં ભાજપના વીઆઈપી કલ્ચરના દર્શન થવા પામ્યા

તે સમયે ભાજપના એક કાર્યકરે મંત્રી રૂપાલાના પગરખા ઉઠાવી તેમના સુધી પહોચ્યો હતો અને તેમણે તે પહેર્યા હતા. આ ઘટનાનો વિડિયો વાયરલ થવાના પગલે ભાજપ શોભજનક સ્થિતીમાં મૂકાયું હતું. સાદગી ભર્યા મહાપુરુષની કળશ યાત્રામાં ભાજપના વીઆઈપી કલ્ચરના દર્શન થવા પામ્યા હતા. અસ્થિ કળશ યાત્રામાં ભાજપની મહિલા કાર્યકરોના સેલ્ફી લેતા ફોટાઓ પણ વાઇરલ થયા હતા. ફોટાની સાથે એવો પણ મેસેજ ફરતો થયો હતો કે માનનીય આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયની અંતિમ કળશ યાત્રામાં વડોદરા શહેર વોર્ડ નં.2 ના ભાજપના આગેવાન કાર્યકર્તા ખૂબજ દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે આ અમારી સંસ્કૃતિ સભ્યતા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here