જ્યારે આપણે અત્યંત ખતરનાક અને રિસ્કી કામ કરવાથી નથી ડરતા અને પૂરા વિશ્વાસ સાથે તેને કરી લઈએ છીએ તો ખૂદમાં આત્મવિશ્વાસ વધી જાય છે. પરંતુ ક્યારેક પોતાનો આત્મવિશ્વાસ ભૂસાઈ જાય અને ઓવરકોન્ફ્યુડન્સ આવી જાય ત્યારે તે જીવલેણ સાબિત થઈ જાય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
View this post on Instagram
ઈન્ટરનેટ પર વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, ચીયર લીડર્સ તરીકે એક યુવતી સાથીઓ સાથે પ્રેક્ટીસ કરી રહી હતી. પરંતુ એક યુવક તેને હવામાં ઉછાળે છે અને જ્યારે તે નીચે આવે છે ત્યારે તે યુવક તેને પકડી શકતો નથી. યુવતી ઉંધા માથે નીચે પડી જાય છે. એક યુવકની નાનકડી ભૂલના કારણે એ યુવતીનો જીવ જતા જતા બચી ગયો. ચીયર લીડર્સની પ્રેક્ટિસ કરતા સમયે વાત તેના જીવ પર આવી જશે તે વાત યુવતીને ખબર નહોતી.
છોકરી જેવી જ નીચે પડી તે તરત જ તેના સાથીઓના હોશ ઉડી ગયા. ફેલ ઈનસેન નામના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ આ વિડીયોને 4 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે. આટલું જ નહી પરંતુ આ વિડીયોને 1.2 કરોડ વાર જોવામાં આવી ચૂક્યો છે.