દ્વારકામાં ધજા ચઢાવી હાર્દિકે કહ્યું- સરકાર કહે છે અમે અંગ્રેજ છીએ, તો હું ભગતસિંહ છું

દ્વારકા: બુધવારે જસદણના મોટા દડવા ગામેથી વિજયસંકલ્પ યાત્રા નીકળી હતી જે રાત્રે દ્વારકા પહોંચી હતી. આજે ગુરૂવારે હાર્દિક પટેલે દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચઢાવી વિજય સંકલ્પ યાત્રાને વિરામ આપ્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, સરકાર કહે છે કે અમે અંગ્રેજ છીએ તો મેં કહ્યું હું ભગતસિંહ છું.

નવી રણનીતિ સાથે કાલે અમદાવાદ જઇએ છીએ- હાર્દિક

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના હક્ક માટે સંઘર્ષના રસ્તે ચાલીએ છીએ. કાયદાકીય પ્રક્રિયાને માન આપું છું. 25 તારીખે અમદાવાદમાં અમરણાંત ઉપવાસ આંદોલન કરવાનો છું.

સૌ સાથે મળીને આવો. કારણ કે જેલમાં હું જાવ છું, કેસ હું સહન કરૂ છું, સરકાર અને પોલીસ સામે હું લડું છું, ભુખ્યો હું રહેવાનો છું આથી તમે લોકોએ સહકાર આપવામાં કોઇ કચાશ ન રાખવી જોઇએ.

લડવા અને મરવા હું તૈયાર છું માત્ર તમારા સાથ અને સહકારની જરૂર છે. અમે લોકો કાલે શુક્રવારે નવી રણનીતિ સાથે જઇ રહ્યા છીએ. અમદાવાદમાં જોઇએ કોના બાપની તાકાત છે કે અમારા કાર્યક્રમને રોકી બતાવે. એએમસીએ દબાણ હટાવ ઝુંબેશ બાબતે જણાવ્યું હતું કે, સારી બાબત છે હવે અમે ગાડી પર બેસી ઉપવાસ કરીશું. કોઇ ઝંઝટ જ નહીં રહે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here