GujaratNewsPolitics

પ્રવર્તમાન OBC કમિશન રદ્દ કરીને નવું કાયમી કમિશન રચવા પાટીદાર સંસ્થાની માગ

અમદાવાદ: પાટીદારોના એક પ્રતિનિધિ મંડળે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટીસ સુજ્ઞયા ભટ્ટના વડપણ હેઠળનું પ્રવર્તમાન ગુજરાત બેકવર્ડ ક્લાસ કમિશન રદ કરીને, કાયમી ધોરણે ગુજરાત રાજ્ય બેકવર્ડ ક્લાસ કમિશનની રચના કરવાની માગ કરતી અરજી કરી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

ઉમિયા પરિવાર વિસનગર દ્વારા સામાજિક અને આર્થિક પછાત વર્ગ (SEBC)માં કઈ જ્ઞાતિઓ અને સમુદાયના લોકોને સમાવવા અને બાકાત રાખવા તે નક્કી કરવા માટે એક કાયમી મંડળની રચના કરવાની માગ કરી છે. તેમની માગ છે કે કમિશનની રચના સુપ્રીમ કોર્ટે ઈન્દ્રા સાહની કેસમાં આપેલી ગાઈડલાઈન પ્રમાણે થાય. અરજદારે પ્રવર્તમાન કમિશન રદ કરવાની માગ કરી છે કારણકે તે કાર્યકારી હુકમ છે, જે ગેરકાયદેસર છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, હાલના કમિશનને અપાયેલો પગાર અને ભથ્થા સહિતની તમામ રકમ વ્યાજ સાથે એક ચોક્કસ સમય મર્યાદામાં પાછું મેળવી લેવું.

અરજીમાં માગ કરી છે કે, ઈન્દ્રા સાહની ચૂકાદાનું પાલન ન કરનારા જવાબદાર અધિકારીઓ અને ભૂલો કરનારા અધિકારીઓની ચોક્કસ જવાબદારી નક્કી થવી જોઈએ. અરજીકર્તાના વકીલ વિશાલ દવેએ દલીલ કરી કે, આજ સુધી સમૃદ્ધ અને પ્રગતિ કરનારી જ્ઞાતિઓને OBC વર્ગમાંથી બાકાત કરાઈ નથી. સરકાર અને રાજકીય પક્ષો જે જ્ઞાતિઓ આ જોગવાઈનો ફાયદો મેળવીને સમૃદ્ધ અને વિકસિત બની છે તેમને લિસ્ટમાંથી દૂર કરવાને બદલે તેમને વધુને વધુ લાભ આપે છે.

PILમાં રજૂઆત કરાઈ છે કે, સામાજિક અને આર્થિક પછાત વર્ગોમાં કોઈ પણ જ્ઞાતિનો સમાવેશ કરતાં પહેલા પરિણામલક્ષી માહિતી ભાર મૂકવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. અરજીમાં દાવો કરાયો છે કે, કેંદ્ર સરકાર અને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ (NCBC) સમૃદ્ધ જ્ઞાતિઓને આ લિસ્ટમાંથી દૂર કરવા માટેની સામાયિક સમીક્ષા કરાવામાં નિષ્ફળ ગઈ છે. સુપ્રીમ કોર્ટે બે દાયકા પહેલા આપેલા આદેશ છતાં આ દિશામાં કોઈ પગલાં લેવાયા નથી. જ્યારથી પાટીદાર સમાજે OBCમાં સમાવવાની માગ કરી છે ત્યારથી આ મુદ્દે હાઈકોર્ટમાં અસંખ PIL અને અરજીઓ થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker