રાજકોટની એક ખાનગી હોટલમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટની પાર્ક ઇન હોટલમાં મહિલા પીઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મહિલા ટિમ દ્વારા પાડવામાં આવેલ આ દરોડામાં સેક્સરેકટ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
રાજકોટની પાર્ક ઇન હોટલમાં મહિલા ટીમ દ્વારા સતત ત્રણ કલાકથી તપાસ કરવામાં આવી રહી હતી. તેની સાથે એક બહારથી એનજીઓની ટીમ પણ આવી હતી. મહિલાની પીઆઇ ટીમની સાથે આ એનજીઓ ટીમ પણ જોડાઈ ગઈ હતી.
રાજકોટના સદન બજારના ચોકમાં સદન બજાર રોડ પાસે આવેલી હોટલ પાર્ક ઇનમાં દરોડો પાડવામાં આવ્યો અને આ સેક્સરેક્ટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
તેની સાથે મહિલા પોલીસ અને એનજીઓ દ્વારા પાડવામાં આવેલ આ દરોડામાં બે મહિલાને પકડવામાં આવી છે. તેની સાથે પોલીસ ટીમ દ્વારા આ બે મહિલાને તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે.