આ તારીખે વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ત્રણ દિવસ રોકાયા બાદ આજે સવારે દિલ્હી ખાતે રવાના થયા છે. જયારે આગામી 16મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર નવનિર્મિત હોટલ અને રેલવે સ્ટેશન ખુલ્લાં મૂકશે.

16 જુલાઈ શુક્રવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં આવેલ સાયન્સ સીટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર નવનિર્મિત હોટલ અને રેલવે સ્ટેશન ખુલ્લાં મૂકશે.

જો કે, એપ્રિલમાં કોરોનાની બીજી ઘાતક અસર ચાલી રહી હતી એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં ચૂંટણીપ્રચાર અટકાવી દીધા હતા, એ પછી પહેલી વખત ગુજરાતથી જાહેર મુલાકાતો અને પ્રવાસનો પ્રારભં કરી રહ્યા છે.

સાયન્સ સિટી ખાતે કેટલાક પ્રોજેકટને પીએમ મોદી દ્વારા ખુલ્લા મુકવામાં આવશે. સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલી ગેલરીમાં કૅમ શો પ્રકારનાં જળચર પ્રાણીઓ છે, જ્યાં શની પહેલી ગેલરી બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાનારી રોબોટિક ગેલરી, જેમાં માનવીની દૈનિક ક્રિયાઓમાં રોબોટનો ઉપયોગ કેટલો અને ક્યાં થઈ શકશે એનું નિદર્શન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત એક વિશાળ નેચર પાર્ક પણ ઊભો કરવામાં આવ્યો છે. આ સાથે ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે એક અધતન હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે સાત માળની ચાર પ્રેસિડેન્ટ સ્યૂટ સાથે બનેલી હોટલ પાછળ રૂપિયા 330 કરોડની ખર્ચ કરવામાં આવ્યો છે, જેનું ઉદઘાટન પણ નરેન્દ્ર મોદી કરશે. આ ઉપરાંત ભારત સરકારનાં વિવિધ મંત્રાલયના પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

Scroll to Top