રાજકોટ: મૂળ રાજકોટના પીઆઇઆઇનું વડોદરા પોસ્ટિંગ થયા બાદ મારાથી નોકરી નહીં થાય તેવી સુસાઇડ નોટ લખી લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. રવિવારે વડોદરામાં પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરી લેનાર પીએસઆઇ સંજયસિંહ શિવુભા જાડેજાની આજે સવારે તેના વતન જામકંડોરણાના સાતુદળ ખાતે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામા પોલીસ સહિત સૌ કોઇ જોડાયા હતા અને તેને ગાર્ડે ઓફ ઓનર આપવામા આવ્યું હતું. તેણે વોટ્સઅપ સ્ટેટસમાં શૂરવીરતા દેખાઇ તેવું લખ્યું હતું.
મારાથી પીએઆઇની નોકરી નહીં થાય મને માફ કરજો તેવું સુસાઇડ નોટમાં લખી તેની જ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરી લેનાર પીઆએસઆઇ મૂળ રાજકોટના છે.
રાજકોટના જામકંડોરણાના સાતુદળના વતની સંજયસિંહ 2001-02મા પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા બાદ કુવાડવા પોલીસ મથકમાં પી.આઇ.ના રાઇટર તરીકે ફરજ બજાવી છેલ્લા આઠ મહિનાથી પ્રમોશન મેળવી વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
છેલ્લું વોટ્સઅપ સ્ટેટસ શૂરવીરતા દર્શાવતું હતું
સંજયસિંહ જાડેજા કામના ભારણ સામે એમ હારે તેવા નહોતાં. તેમણે શનિવારે વ્હોટ્સઅપ બંધ કર્યુ હતું. લાસ્ટ સીન 9.21 બતાવે છે. તેમનું વ્હોટ્સપ સ્ટેટસ પણ શૂરવીરતા દર્શાવે છે. જેમાં લખ્યું છે કે ‘ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા, પાડીયા થઇને રે પૂજાવું…રે ઘડવૈયા મારે…’
સંજયસિંહ જાડેજાની આત્મહત્યા મામલે કરણી સેના મેદાને
સંજયસિંહ જાડેજાની આત્મહત્યાને લઇને કરણીસેના મેદાને ઉતરી છે. કરણીસેનાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે અને જણાવ્યું છે કે, 7 દિવસમાં આત્મહત્યા અંગે યોગ્ય તપાસ ન થાય તો અમે રસ્તા પર ઉતરીશું. રાજ્ય સરકાર અને વડોદરા પોલીસ કમિશનરને તટસ્થ તપાસની માંગ કરી છે