દાવોસમાં PM મોદીના દાવા પર રઘુરામ રાજને ઉઠાવ્યો સવાલ

દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસશીલ ભારતની ઝાંખી રજુ કરી તો રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને તેના પર સવાલ ઉઠાવ્યો છે. ઈકોનોમિક ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં રાજને આ વાત પર શંકા વ્યક્ત કરી કે મોદી સરકારની કામ કરવાની રીત ખરેખર લોકતાંત્રિક છે ? રાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે નિવેદન પર સવાલ ઉઠાવ્યો છે જેમાં તેમણે કહ્યુ હતું કે, ભારતમાં લોકતંત્ર, લોકોમાં વિવિધતા અને ગતિશીલતા(ડેમોક્રેસી, ડેમોગ્રાફી એન્ડ ડાયનમિઝમ) દેશનું ભાગ્ય નક્કી કરી રહ્યા છે અને તેને વિકાસના રસ્તા પર આગળ લઈ જઈ રહ્યા છે.

ખોરંભે પડેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો રેફરન્સ આપતા રાજને કહ્યું કે, હું ચિંતિત છું કે લેવાયેલા નિર્ણયો પર કામ નથી થઈ રહ્યું. નાણાં મંત્રી જેટલી પડકારોને દુર કરવાની પ્રતિબદ્ધતા ઘણી વાર રીપિટ કરી ચુક્યા છે. નેતાઓ ડરી રહ્યા છે કે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ ન લાગી જાય, પરંતુ આપણે એવુ કેમ કરી રહ્યા છીએ? નોકરશાહીના નિર્ણય ન લેવા એ એક સમસ્યા છે.

રાજને આગળ કહ્યું કે, આપણે પૂછવાની જરુર છે કે શું વસ્તુઓ વધારે પડતી કેન્દ્રિત થઈ રહી છે અને શું આપણે એક નાનકડા ગ્રુપ દ્વારા અર્થવ્યવસ્થા ચલાવવા માંગીએ છીએ? શું આપણી પાસે 2.5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમીને મેનેજ કરવાની પૂરતી ક્ષમતા છે?

IMF અનુસાર ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધશે. આ બાબતે રાજન કહે છે કે, આપણે એક સવાલ કરવાની જરુર છે કે, આપણે વિકાસ કરવાની જરુર કેમ છે? વાસ્તવમાં આપણે વિકાસ કરવાની જરુર જોબ્સ ક્રિએટ કરવા માટે છે, જેની યુવાનોને ખાસ જરુર છે. શું આ લેવલના વિકાસ પર પણ આપણે રોજગારની તકો ઉભી કરી શકીએ છીએ? જો આપણે વાસ્તવમાં રોજગારની તકો ઉભી કરવી છે તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન વગેરે જેવી ફીલ્ડમાં રોકાણ કરવું પડશે.

RBIના પૂર્વ ગવર્નરે કહ્યું કે, આપણે લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે તેમનો ડેટા સુરક્ષિત છે. સરળતાથી ડેટા ઉપલબ્ધ થઈ જતો હોવાના સમાચાર ચિંતાજનક છે અને ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. આપણે માત્ર એટલું કહીને છુટી ન શકીએ કે તમે અમારા પર વિશ્વાસ કરો, તમારો ડેટા સુરક્ષિત છે. અને પછીથી આવી ડેટા લીકની ખબરો આવે.

 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here