ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાંથી ફરીએકવાર 4 વર્ષની માસુમ બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. પોલીસને જાણકારી હોવા છતા પણ બાળકીને હોસ્પિટલમાં ન લઈ જવામાં આવી. સવારના સમયે અચાનક બાળકીની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને પરિજનો તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા, ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
મામલો ભદોહી જિલ્લાના સુરિયાવા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજ ગામનો એક 30 વર્ષીય યુવક મોડી રાત્રે માસૂમ બાળકીને ઉઠાવીને લઈ ગયો અને તેને પોતાની હવસનો શિકાર બનાવી. બાળકીના પ્રાઈવેટ પાર્ટ અને હોઠ પર ઈજાના નિશાન મળ્યા છે. રાત્રે આશરે અઢી વાગ્યે પોલીસને ઘટનાની સૂચના આપવામાં આવી.
પીડિત પરિવારનું કહેવું છે કે, અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને પોલીસે સમયસર અમારી મદદ ન કરી. સવારના સમયે જ્યારે અચાનક બાળકીની તબિયત લખડી તો તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. આ ઘટનાની જાણકારી પોલીસ અધિક્ષકને મળી તો તેમને પીડિતાને ભદોહીની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવી.
ડીએમ એસપીએ હોસ્પિટલ જઈને પીડિતાની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. પોલીસ અધિક્ષકનું કહેવું છે કે, લાપરવાહીને લઈને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકો આ મામલે દોષી હશે, તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે પોલીસ અધિક્ષક રામ બદન સિંહે કહ્યું કે, બાળકી સાથે રેપ મામલે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. બાળકીની સ્થિતિ ગંભીર છે. ડોક્ટર્સ અનુસાર પ્રાઈવેટ પાર્ટ અને હોઠો પર ઈજાના નિશાન મળ્યા છે.