રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ખૂબ નબળુંઃ કેગના રિપોર્ટમાં થયો ખુલાસો

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધર્યા હોવાના દાવા કરતી સરકારના દાવા પોકળ નીકળ્યા છે. કેગ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની સરકારી સ્કૂલોની હાલત કથળેલી હોવાનું જણાવાયું છે. કેગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ અને આરટીઈ એક્ટ વિશે કરાયેલા તારણો મુબજ રાજ્યની સરકારી સ્કૂલોની હાલત કંગાળ છે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ પુરતી નથી અને આરટીઈમાં 15 ટકા સુધીનો લક્ષ્યાંક પણ પાર નથી કરી શક્યા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

આરટીઈમાં ફાળવાયેલ લક્ષ્યાંક પ્રવેશ માટે ઉપલબ્ધ બેઠકો કરતા ઘણો ઓછો હોવાનું જણાયુ હતું.ગુજરાત સરકારે આરટીઈ એક્ટનો અમલ કર્યાને સાત વર્ષ થવા છતાં મોટા ભાગની સરકારી શાળાઓને જરૃરી પાયાની માળખાગત સુવિધાો પુરી પાડી શકી નથી.આરટીઈ એક્ટના અમલીકરણ માટે છુટ્ટા કરાયેલ ભંડોળના ઓછા વપરાશને કારણે 3635 કરોડ રૃપિયાનો ભારત સરકાર અને ગુજરાત સરકારનો હિસ્સો ઓછો છુટો કરાયો હતો.આમ આરટીઈ એક્ટના અમલમાં પુરતી ગ્રાન્ટ ન વપરાતા સરકારને કરોડો રૃપિયાનું નુકશાન થયુ અને વિદ્યાર્થીઓ લાભોથી વંચિત રહ્યા.

સરકાર દ્વારા યોગ્ય રીતે ગ્રામ્ય વિસ્તારો અને વસાહતોમાં સર્વેક્ષણ ન કરવામા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ ગણી વધવા છતાં બાળકોને સ્કૂલે લાવવાની પરિવહન સુવિધાઓ પુરી પાડવામા આવી નથી. તપાસેલ જીલ્લાઓના 4813 બાળકોને પરિવહન સુવિધાઓથી વંચિત રાખવામા આવ્યા હતા.જે આરટીઈ એક્ટની જોગવાઈઓ વિરૃદ્ધ છે.

સ્થાનિક સત્તાધીશોએ કૌટુંબિક સર્વેક્ષ હાથ ન ધરતા 6થી 14 વર્ષના બાળકોનો રેકોર્ડ જ પુરતો સરકાર પાસે નથી.જેથી આરટીઈમાં પુરતો લક્ષ્યાંક સિદ્ધ થયો નથી. આરટીઈ કાયદાના અમલમાં જિલ્લા સત્તાદીશોનો અપુરતા પ્રયત્નો જોવા મળ્યા છે. જ્યારે સ્થળ મુલાકાત દરમિયાન જણાયુ કે 198 સ્કુલોમાંથી 98 સ્કૂલોમાં રજિસ્ટર જાળવવામા જ નથી આવતા. આ તમામ માહિતી કેગમાં જે જિલ્લાઓમાં ઓડિટ કરવામા આવ્યુ હતું એમાંથી મળી છે.

આ ઉપરાંત બાયસેગ સાથેના સમનવયથી શાળાઓને અંકિત કરવાના કામ અંતર્ગત 201 શાળાઓની જરૃરીયાત હતી તેની સામે માર્ચ ૨૦૧૭ સુધીમાં માત્ર ૨૫ સ્કૂલો જ બની શકી છે. જ્યારે રાજ્યમાં 260 સરકારી સ્કૂલો ભાડાના મકાનમા ચાલે છે એન ૧૪ સરકારી સ્કૂલોનું પોતાનું મકાન જ ન હોવાથી બાળકોને ઝાડ નીચે અથવા મેદાનમાં ભણાવાય છે.વધુમાં વિવિધ જીલ્લામાં સીઆરસી અને બીઆરસી દ્વારા શાળાઓનું યોગ્ય રીતે નિરીક્ષણ પણ કરાતુ નથી. ઘણા કિસ્સામાં તો એવુ પણ જોવા મળ્યુ કે ગ્રામ્ય સ્તરે વર્ગખંડોના બાંધકામ અને અન્ય સુવિધાઓ માટે મુખ્ય આચાર્યો દ્વારા ભંડોળ અટકાવી રાખવામા આવ્યુ છે.

વિદ્યાર્થીઓને અપાતી સહાયમાં 6 જીલ્લામાં 15-16 અને 16-17ના વર્ષ માટે 4260 વિદ્યાર્થીઓને 1.28 કરોડની સહાયની ચુકવણી જ કરવામા નથી આવી અને જેથી વિદ્યાર્થીઓ લાભોથી વંચિત રહે છે.રાજ્યમાં 43678 સાંભળવાની ખામીવાળા બાળકોમાંથી 2012થી 2017માં માત્ર 63 ટકા બાળકોને જ સાંભળવાના યંત્ર આપવામા આવ્યા. રાજ્યની44545 સ્કૂલોમાંથી ફકત 16939 સ્કૂલોમાં એટલે કે 38 ટકા સ્કલોમાં જ અપંગ સહાયકર્તા શૌચાલય પુરા પાડવામા આવ્યા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here