આર્મી કમાન્ડિંગ ઓફિસરએ સોનુ સૂદને લખ્યો પત્ર, કોવિડ સુવિધા માટે માંગી મદદ

સોનુ સૂદ (Sonu Sood) જરૂરિયાતમંદ લોકોની મદદ માટે અવારનવાર સમાચારોમાં આવતા જ રહે છે. ગયા વર્ષે તેઓ પરપ્રાંતિય મજૂરોની મદદ માટે આગળ આવ્યા હતા, જ્યારે આજે તેને દેશભરમાં ભગવાનની જેમ પૂજવામાં આવી રહ્યો છે. મજૂરોને ઘરે પહોંચાડવાની વાત હોય કે ઓક્સિજનની વ્યવસ્થા કરાવવાની હોય. કોઈને ટ્રેક્ટર મોકલવાનું હોય અથવા કોરોના વાયરસ (Corona Virus) માં જીવ ગુમાવનારા માતાપિતાના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડવાનો હોય. આ બધામાંથી બસ એક જ નામ સામે આવે છે અને તે છે લોકોના મસીહા તરીકે જાણીતા સોનુ સૂદનું.

કોરોના મહામારી દરમિયાન બૉલીવુડ (Bollywood) અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) એક વાસ્તવિક હીરો બન્યો છે. ગયા વર્ષથી તે સતત લોકોની મદદ માટે રાત-દિવસ કામ કરી રહ્યો છે. સામાન્ય લોકો જ નહીં, ઘણા સ્ટાર્સે પણ તેની પાસેથી મદદ માટે વિનંતી કરી ચૂક્યા છે. હાલમાં જ તેમની પાસે ભારતીય સેનાના એક કમાન્ડિંગ ઓફિસર (Commanding Officer) એ કોવિડ સુવિધા (Covid Facility) માટે મદદ માંગી. તેમને પત્ર લખીને સોનુ સૂદ પાસે મદદની અપીલ કરી છે. પરંતુ કમાન્ડિંગ ઓફિસરની સોનુની પાસેથી મદદ માંગવાનું પસંદ આવ્યું નહોતું.

સોનુ સૂદને લખ્યો પત્ર

કમાન્ડિંગ ઑફિસર (Commanding Officer) દ્વારા લખાયેલા પત્રમાં બોલિવૂડ સ્ટાર સોનુ સૂદ (Sonu Sood) પાસે કોવિડ -19 સુવિધા માટેના ઉપકરણો ખરીદવામાં મદદની વિનંતી કરી છે. સમાચાર મુજબ, બટાલિયનના સીઓના તરફથી 13 મેના લખેલા એક પત્રમાં ફિલ્મ સ્ટાર સોનુ સૂદે જણાવ્યું કે, સૈન્ય જેસલમેર સૈન્ય સ્ટેશન માં 200 બેડ વાળું કોવિડ કેર સેન્ટર બનાવી રહ્યું છે.

પત્ર લખીને માંગી મદદ

આ માટે તેમને સોનુ સૂદ પાસેથી 4 આઈસીયુ બેડ, 10 ઓક્સિજન કન્સ્રેટર્સ, 10 જંબો ઓક્સિજન સિલિન્ડર, 1 એક્સ-રે મશીન અને બે 15 કેવીએ જનરેટર સાથેનો સેટ હોસ્પિટલ માટે જરૂરી કેટલાક સાધનો પૂરા પાડવા વિનંતી કરી છે. પત્રમાં કહેવામાં છે કે સૂદનું આ કામ યાદ રાખવામાં આવશે.

અધિકારીઓએ કરી સ્પષ્ટતા

અહેવાલમાં, આર્મી હેડક્વાર્ટર નવી દિલ્હીના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરીને જણાવ્યું કે આ પત્ર સોનુ સૂદને લખવામાં આવ્યો હતો, પરંતુ તેમને કહ્યું કે એવું લાગે છે કે તે ભારે ઉત્સાહથી લખવામાં આવ્યો છે. સેનાએ નાગરિક રાજ્ય વહીવટને મદદ કરવા તેના સંસાધનોથી દેશભરમાં અનેક કોવિડ હોસ્પિટલોની સ્થાપના કરી છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આજે 50 બેડ વાળી એક હોસ્પિટલની સ્થાપના અને સંચાલન કરવામાં આવ્યું છે.

સોનુ સૂદે શ્રીગંગાનગરમાં મોકલી મદદ

તમને જણાવી દઈએ કે હાલમાં સોનુ સૂદે મુંબઈથી રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક બિમાર વૃદ્ધ મહિલાની મદદ કરી હતી. સોનુએ કોરોના પછી બ્લૅક ફંગસથી પીડાતી મહિલાને જરૂરી ઈન્જેક્શન મુંબઇની ફલાઇટ થી જયપુર અને ત્યારબાદ જયપુરથી જાર દ્વારા શ્રીગંગાનગર મોકલીને મોટી રાહત આપી હતી.

નોંધનીય છે કે સોનુ સૂદ (Sonu Sood) લોકોના અભ્યાસ, સારવાર, કામ, નોકરી અને દરેક વસ્તુઓમાં મદદ કરતા જોવા મળે છે. સોનુ સૂદની મદદને કારણે, કોઈ ગામમાં તેમની મૂર્તિ બનાવવામાં આવી છે, તો કાંઈ તેમની પૂજા પણ કરવામાં આવે છે. તેને તેના કામથી લોકોના દિલ જીતી લીધા છે. લોકડાઉન દરમિયાન પણ સોનુ સૂદે લોકોને ઘણી મદદ કરી હતી. આટલું જ નહીં તેને વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પણ વિમાન દ્વારા ભારતમાં પાછા લાવ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેને ફિલ્મ ‘કિસાન’ સાઇન કરી છે. આ ઉપરાંત તે ટૂંક સમયમાં ‘પૃથ્વીરાજ’ માં પણ જોવા મળશે.

Scroll to Top