આ મહિલાનો દાવો, એલિયન્સએ 52 વખત કર્યું અપહરણ, શરીર પર બનાવ્યા નિશાન

એલિયન્સ (Aliens) વિશે વિવિધ પ્રકારના દાવાઓ કરવામાં આવે છે. ઘણા બધા લોકોનું માનવું છે કે બ્રહ્માંડમાં એલિયન્સ રહે છે અને તે એલિયન્સ ઘણીવાર ધરતી પર આવતા રહે છે. જ્યારે કેટલાક લોકો તેને કાલ્પનિક હોવાનું જણાવે છે. આ દરમિયાન એક બ્રિટિશ મહિલાએ ચોંકાવનારો દાવો કર્યો છે. 50 વર્ષની આ પાઉલા (Paula) નું કહેવું છે કે એલિયન્સ એ તેનું 52 વખત અપહરણ કર્યું છે. આટલું જ નહીં, બ્રેડફોર્ડ વિસ્તારમાં રહેતી પાઉલા એ તેના દાવાને સમર્થન આપવા પુરાવા પણ રજૂ કર્યા છે.

UFO માં બેસાડીને લઇ જાય

‘ડેલી મેઇલ’ ના સમાચાર મુજબ, પાઉલાનું કહેવું છે કે તેનો પહેલીવાર એલિયન્સ સાથે સામનો બાળપણમાં થયો હતો, ત્યારથી લઈને આજ સુધી એલિયન્સ તેને UFO માં બેસાડી લઇ જઈને 52 વખત અપહરણ કર્યું છે. બે બાળકોની દાદી પાઉલાએ તેના શરીર પર નિશાનના કેટલાક પુરાવા બતાવ્યા. તેનો દાવો છે કે અપહરણ દરમિયાન એલિયન્સએ તેના શરીર પર આ નિશાન બનાવી દીધા હતા. તેને એક એલિયન્સનું ચિત્ર બનાવીને બતાવ્યું છે અને કહ્યું છે કે એલિયન્સ આવા દેખાય છે.

લાખો લોકોએ જોયા છે Aliens

પાઉલાએ દાવો કર્યો હતો કે લાખો લોકોએ એલિયન્સનો સામનો કર્યો છે. તેને કહ્યું હતું કે મોટાભાગના લોકો આ એલિયન્સ પર વિશ્વાસ કરતા નથી, કારણ કે તેમને આ એલિયન્સ ને રૂબરૂમાં સામે જોયા નથી, પરંતુ મારા જેવા લોકો જેમણે આ એલિયન્સ ને અનુભવ કર્યો છે તે જાણે છે કે બધું કેવું દેખાય છે. પાઉલાએ વધુમાં કહ્યું કે ઘણી વખત તો મને મારી સાથે બનેલી ઘટનાઓ પર વિશ્વાસ થતો નથી. તેથી બીજા અન્ય કોઈ લોકો પણ તેના પર વિશ્વાસ કરી શકતા નથી, તો મને આશ્ચર્ય થતું નથી.

નવી Technology બતાવી

બ્રિટિશ મહિલાએ કહ્યું, ‘મે 52 એવી ઘટનાઓનો અનુભવ કર્યો છે. કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી અને મેં આ અહેસાસ નથી કર્યો કે કંઈક થવા જઈ રહ્યું છે. આ બધું અચાનક જ થયું. તેને દાવો કર્યો કે એલિયન્સ તેને UFO ની અંદર લઈ જતા હતા. એક ઘટના વિશે વાત કરતાં પાઉલાએ કહ્યું કે તે અંતરિક્ષયાનમાં હતી અને એલિયન્સે તેને એવી ટેકનોલોજી બતાવી હતી જે આપણી પાસે નથી.

લાલ થઈ ગયું હતું આકાશ

પાઉલાએ જણાવ્યું કે એલિયન્સએ તેને એક સ્લાઇડ શો બતાવ્યો હતો, જેમાં વાદળી આકાશ અચાનક લાલ થઈ જાય છે. એલિયન્સએ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે માનવ લોભને કારણે, પૃથ્વીનો નાશ થઇ રહ્યો છે. પાઉલાએ દાવો કર્યો કે જ્યારે તે અપહરણ બાદ પૃથ્વી પર પાછી ફરી ત્યારે તેના ચહેરા અને હાથ પર નિશાન હતા. તેને કહ્યું કે વર્ષ 1982 માં તેને પહેલીવાર અવકાશયાન જોવા મળ્યું હતું.

Scroll to Top