અમદાવાદ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો સતત વધ્યા છે. સમગ્ર મામલે પોલીસ એલર્ટ છે અને આ મામલે એલસીબીએ એક્શન લેતા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી સાઈલેન્સર ચોરી કરતી ગેંગના 14 સાગરીતોને ઝડપીને આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો છે. સાઈલેન્સર તેમજ ઢોર ચોરીના 95 થી વધુ ગુનાનો ભેદ હવે ઉકેલાયો છે.
બીજી તરફ આ આરોપીઓએ બાવળા, ધોળકા, રૂપાલ અન સાણંદનાં આ આરોપીઓએ સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ જેવા જિલ્લામાં સાયલેન્સરની ચોરી કરીને તમામ જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. આરોપીઓ અગાઉ આશીફ પાર્ટીની રૂપાલ ગેંગમાં બાઈક ચોરી, સાયલેન્સર ચોરી અને ઢોર ચોરીના ગુનામાં સામેલ હતા.
ચોરીનાં પૈસાના ભાગલા પાડવા બાબતે મનદુખ થતા અલગ અલગ 5 ગેંગ બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લામાં 29, ગાંધીનગરમાં 15, મહેસાણામાં ખેડામાં 5-5, આણંદમાં 9 એમ કુલ 64 થી વધુ ઈકો ગાડીનાં સાયલેન્સર ચોરી તેમજ અમદાવાદ અને આણંદ જિલ્લામાંથી 31 ઢોરની ચોરીને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લાં 1 વર્ષ દરમિયાન અનેક લોકોના વાહનોમાંથી સાયલેન્સર ચોરી થવાની ઘટનાઓ બની છે. ક્રાઈમબ્રાંચે અનેક આરોપીઓને આ ગુનામાં પકડયા હતા પંરતુ ચોરીની ધટનાઓ સદંતર ચાલુ જ હતી