શિયોમીના પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 5 Pro 8 ઓગસ્ટથી ફરીથી સેલમાં રાખવામાં આવ્યો છે. ગ્રાહકો 12 વાગ્યાથી કંપનીની ઓફિશિયલ સાઇટ mi.com પરથી ખરીદી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ ફોન 14 ફેબ્રુઆરીએ લોન્ચ કર્યો હતો. આ ફોનમાં 4000mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ બેટરી સરળતાથી એક દિવસ સુધી ચાલી શકે છે.
આ ફોનની ખરીદી ઉપર કંપની અનેક ઓફર્સ રજૂ કરી રહી છે. આ ફોનની ખરીદી પર jio 2,200 રૂપિયાની કેશબેક આપવામાં આવી રહી છે. સાથે સાથે આ ફોનમાં 4.5TBનો ડેટા પણ મળશે. એટલું જ નહીં આ સાથે હંગામા મ્યુઝિકનો ત્રણ મહિનાનો ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે.
Redmi Note 5 Pro સ્માર્ટફોનમાં 5.9 ઇંચ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફનમાં ડુઅલ કેમેરા સેટઅપ ધરાવે છે. આ સ્માર્ટફોન માટે રિયરમાં 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના કેમરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરા પણ આપ્યો છે.