સરોજ કુમારી નાનપણમાં માતા-પિતા સાથે રાજસ્થાનના એક ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતાં હતાં અને જેમ જેમ તેઓ મોટાં થતાં ગયાં પાડોશીઓ તેમના માતા-પિતાને સરોજ કુમારીના કનિદૈ લાકિઅ લગ્ન બાબતે ટોણો મારવા લાગ્યા હતા. પણ દાયકા બાદ આઇપીએસ સરોજ કુમારી ઝુનઝુનુ જિલ્લામાં આવેલા પોતાના ગામ બુદાનિયામાં પરત ફર્યાં, એક સમયે કનિદૈ લાકિઅ ટોણો મારતા અકિલા ગ્રામજનોએ આ વખતે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ગુજરાતના ૨૦૧૧ની બેચના IPS અધિકારી સુ.શ્રી. સરોજ કુમારી હાલ સુરત (રૂરલ)ના કનિદૈ લાકિઅ ASP તરીકે ફરજ બજાવી રહ્યા છે.
એક અખબાર સાથેની વાતચીત દરમિયાન સરોજ કુમારીએ કહ્યું હતું કે, “મારી આકરી મહેનત અને સ્ટ્રગલ માટે મેં જે કિંમત ચૂકવી તેની સૌથી સંતોષજનક એ ક્ષણ હતી.” પણ એ માત્ર કનિદૈ લાકિઅ ખુશામત નહતી. “મારી સિદ્ધિ વિશે સાંભળતાં જ બાળપણમાં મારા પ્રત્યે ગ્રામજનોનો એટિટ્યુડ હતો તેમાં ઘણો બદલાવ થયો. હવે મારા ગામમાં માતા-પિતાએ કનિદૈ લાકિઅ તેમના સંતાનોને અકિલા ભણવા મોકલવાનું શરૂ કરી દીધું છે. કેટલીય છોકરીઓને પ્રેરણા પૂરી પાડી શકી તે માટે હું બહુ ખુશ છું.”
સરોજ કુમારી 3 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા આર્મીમાંથી રિટાયર થયા જે બાદ સરોજ કુમારીનો સફર એટલો સહેલો નહોતો. ભરણપોષણ માટે તેમણે ખેતર અને કન્સ્ટ્રક્શન કનિદૈ લાકિઅ સાઇટ પર કામ કરવાનું શરૂ કર્યું. “હું અને મારા ત્રણ ભાઇ તેમને મદદ કરતા. એ અઘરો સમય હતો, અને 10મા ધોરણમાં પહોંચી ત્યાં સુધીમાં તો મોટા ભાગની કનિદૈ લાકિઅ છોકરીઓના લગ્ન અકિલા થઇ જતા હતા. લગ્ન માટે જબરદસ્ત દબાણ હતું પણ હંમેશા મારા પેરેન્ટ્સ મારી પડખે ઉભા રહ્યાં. મારા મમ્મીને પુરો વિશ્વાસ હતો કનિદૈ લાકિઅ કે એક દિવસ હું ઑફિસર જરૂર બનીશ.” 2010માં UPSCની પરીક્ષા આપતા પહેલાં ગ્રેજ્યુએશન અકીલા માટે 2001માં સરોજ કુમારી જયપુર શિફ્ટ થયાં અને બાદમાં કનિદૈ લાકિઅ ચૂરુ સ્થિત સરકારી કોલેજમાંથી સોશિયોલોજી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમફીલ કર્યું.
પહેલાથી જ IPS ઑફિસર બનવાની ચાહ હતી કે નહીં પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, “કિરણ બેદી વિશે મેં ઘણુ બધું વાંચ્યું હતું અને હંમેશા તેમના જેવી જ બનવા ઇચ્છતી કનિદૈ લાકિઅ હતી. UPSCમાં પાસ થયા બાદ IPS બનવું જ મારી પ્રાથમિકતા હતી. હું હજુ કિરણ બેદીની પ્રસંશક છું.” બોટાદમાં SP તરીકે પોસ્ટિંગ થયા બાદ સરોજ કુમારીએ કનિદૈ લાકિઅ સેક્સ વર્કર્સના અકિલા પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ કર્યો જેના માટે તેમની બહુ પ્રસંશા થઇ હતી. ઉપરાંત અભિયાન અંતર્ગત માઉન્ટ એવરેસ્ટ ગયેલી કનિદૈ લાકિઅ ટીમનો સરોજ કુમારી ભાગ બન્યાં હતાં.
સરોજ કુમારીના પરિવારે ગામમાં ‘મૃત્યુભોજ’ નો ટ્રેન્ડ ખતમ કર્યો અને માત્ર 1 રૂપિયાના ખર્ચે તેમના ભાઇના લગ્ન કરાવ્યાં હતાં. સરોજ કુમારીએ કહ્યું કે, “મારા મમ્મી-પપ્પા મારી જોડે જ રહે છે અને હું તેમની સારસંભાળ લઇ રહી છું. ગર્લ્સને એક જ સંદેશ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં ડરવું નહીં અને તમારા સપનાઓને સાકાર કરવા તનતોડ મહેનત શરૂ કરી દો.”