ક્યારેક સોશિયલ મિડીયા પર એવા વિડીયો વાયરલ થઈ જતા હોય છે કે જેને જોઈને આપનું દિલ ખુશ થઈ જાય. આજે ફરીથી આવો જ એક વાયરલ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો એક પાલતુ શ્વાન અને બાળકનો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પાલતુ શ્વાન કેવી રીતે નાના બાળક સાથે રમી રહ્યું છે.
https://twitter.com/hopkinsBRFC21/status/1408726511474126849?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1408726511474126849%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fviral-news%2Fnews
બીજી બાજુ શ્વાનને મસ્તી કરતો જોઈને નાનકડું બાળક પણ જોર-જોરથી હસવા લાગે છે. બાળકની અદભૂત હાસ્યને જોઈને શ્વાન વધારે તેજીથી ભાગે છે. વચ્ચે શ્વાન પાસે આવીને બાળકનું મોઢુ પણ સુંઘે છે. જો કે, બાળકને તો કંઈ જ ફરક પડતો નથી અને તે પોતાની મસ્તીમાં મસ્ત છે અને હસતો રહે છે. જેવું બાળક હસવાનું બંધ કરે છે કે, તરત જ શ્વાન ફરીથી મસ્તી કરવા લાગે છે અને પછી બાળક પણ ફરીથી હસવા લાગે છે.
આશરે 29 સેકન્ડ સુધી બાળક અને પાલતુ શ્વાન વચ્ચે આ અદભૂત મસ્તી ચાલે છે. શ્વાન વચ્ચે રોકાય છે અને બાળક સામે તાકીને જોઈ રહે છે. બાળક ફરીથી હસવા લાગે છે અને શ્વાન પણ ઉછળકૂદ કરવા લાગે છે. આ વિડીયોને અનેક લોકો અત્યારસુધીમાં જોઈ ચૂક્યા છે. લોકોએ આ વિડીયો પર ખૂબ અદભૂત કમેન્ટ્સ પણ કરી છે.