વીડિયો અને ફોટો સહિતની વિગતો આપવાનું પણ કેદીએ કહ્યુ
સબ જેલમાં સજા જેલવાસ ભોગવતા કેદએ એક વીડિયો બનાવ્યો હતો. તેમાં તેણે સબ જેલમાં આપવામાં આવતી સુવિધા અને તેના ભાવ જણાવ્યા હતા. અંદર કેદીઓને માર મારવાના બનાવ બાદ આ વીડિયો ઉતાર્યો હતો. ગઈકાલે રાત્રે (24-11-2018) 8 વાગ્યે બનેલા બનાવને પગલે જેલમાં થતાં વહીવટને બહાર પાડ્યો હતો.
વીડિયો વાયરલ થતાં તપાસ
કેદી દ્વારા જેલની અંદરનો ઘટનાક્રમ કહેતો વીડિયો વાયરલ થવાને પગલે એસઓજીએ તપાસ હાથ ધરી છે
જેલમાં શું દેખાય છે
વીડિયોમાં એક કેદી સેલ્ફી સ્ટાઈલમાં વીડિયો ઉતાર્યો
શબ્જી બનાવી રહેલો એક વ્યક્તિ દેખાયો, તેણે પણ વીડિયોમાં શું કરે છે તે કહ્યું
મોબાઈલ, માવાનો જથ્થો દેખાડ્યા
બેરેકમાંથી જેલની અંદરની સાઈડનો નજારો
ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિશાન બતાવ્યા
જેલવાસ ભોગવનારે શું જણાવ્યું છે વીડિયોમાં?
માવાની કિંમત રૂ. 25, મોબાઈલનો ભાવ 10 હજાર રૂપિયા, એન્ડ્રાઈડ ફોનના 15 હજાર, માવા-તમાકુના 25 રૂપિયા