પરીક્ષાના પરિણામ આવતા માતાપિતા અનેક વખત તેમની સફળતાને સારી રીતે ઉજવે છે તે તો તમે સાંભળ્યુ અને જોયુ પણ હશે. પરંતુ, ક્યારેય એવું સાંભળ્યું છે કે બાળકોની નિષ્ફળતાઓ બાદ માતાપિતાએ એક જબરદસ્ત પાર્ટી આપી કરી હોય. તમે કદાચ વિશ્વાસ ના કરો પણ તે સાચુ છે. હકિકતમાં, મધ્યપ્રદેશના સાગર જીલ્લામાં આવો નજારો જોવા મળ્યો. એક પિતાએ 10 મી બોર્ડમાં 4 વિષયમાં નાપાસ થતા તેની સામે કોઇ ખોટુ પગલુ ન ઉઠાવ્યુ,
પિતાએ આપી શાનદાર પાર્ટી
હાલામાં જ એમપી બોર્ડના પરિણામો આવ્યા છે. જેમાં ઘણા બાળકો ટોચ પર આવ્યા હતા, નબળા પ્રદર્શનને લીધે અનેક બાળકો આ વર્ષે નિષ્ફળ ગયા હતા. સાગર જીલ્લાના એક નવમાં ધોરણનો વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયો. પુત્રને ડિપ્રેશનમાં જવાથી બચાવવા માટે તેમના પરિવારજનોએ શાનદાર રીતે ઉજવણી કરી હતી.
નિષ્ફળતા પર નિકળ્યુ સરઘસ
સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરતો 10માં ધોરણનો વિદ્યાર્થી આશુ વ્યાસ 6માંથી 4 વિષયમાં નાપાસ થયો હતો. તેના પિતાએ તેના પર ગુસ્સો કરવાની જગ્યા પર તેનું જૂલુસ કાઢ્યું હતું. તેમને ચિંતા હતી કે તેમનો પુત્ર ક્યાંક અવળું પગલું ન ભરી લે માટે તેમણે પુત્રનું જુલૂસ કાઢ્યું, આતિશબાજી કરી અને મીઠાઈઓ વહેંચી.
પિતાએ ઉદાહરણ રજૂ કર્યું
અસૂના પિતા અને સિવિલ કોન્ટ્રાક્ટર સુરેન્દ્ર કુમાર વ્યાસે જણાવ્યું હતું કે મારી જેમ દરેક માતા-પિતાએ પુત્રને સમજાવવું જોઈએ કે આગળ અભ્યાસ કરો અને સારા નંબર સાથે આગળ વધે. તેઓ આ માધ્યમથી સંદેશો આપવા માગે છે કે આપણે આપણા બાળકની નિષ્ફળતા સામે તેનો સાથે આપવો જોઇએ. ક્યારેક અસફળતા મળે તો આપણે તેને પ્રોત્સાહિત કરવા પડશે.