AhmedabadGujarat

હવામાન વિભાગે વરસાદને લઈને કરી ભયાનક આગાહી, જે તમારી ચિંતા વધારી શકે છે…

ગુજરાતમા ફરી એક વખત વરસાદની માહોલ બન્યો છે અને રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરુઆત પણ થઈ ગઈ છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ અઠવાડિયા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. રાજ્યમાં સિઝનનો એકંદરે અત્યાર સુધી 63 ટકા વરસાદ વરસી ચુક્યો છે અને બંગાળની ખાડીમાં બનેલી વધુ એક સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થતા રાજ્યમાં ફરી ભારે વરસાદ જોવા મળશે.

તેની સાથે વધુમાં તેમને જણાવ્યું કે, ચોમાસાની બદલાયેલી પેટર્નની તો અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હવામાનના કેટલાક આગાહીકારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તેની સાથે શક્યતા તો એવી પણ રહેલ છે કે સાબરમતી નદી પણ બે કાંઠે વહી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્રણ જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. તેની સાથે 19, 20 અને 21 જુલાઈના ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારમાં સારો વરસાદ રહેવાનો છે. આ સિવાય 19, થી 21 જુલાઈના ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં 19 અને 20 જુલાઈમાં ભારે વરસાદ જોવા મળશે. દરિયામાં ઝડપી ગતિએ પવન ફુંકાવાની  શક્યતા રહેલી છે.

છત્તીસગઢ  ઉપર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રિય બની છે.  છત્તીસગઢનું સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારત તરફ આવે તેવી શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બને તેવી શક્યતા રહેલી છે. બંગાળની ખાડીની સિસ્ટમ લો-પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતા રહેલી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker