CM રૂપાણીનો આજે 62 મો જન્મ દિવસ, ભારત નહીં આ દેશમાં થયો હતો જન્મ

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે 62 મો જન્મ દિવસ છે. 2 ઓગસ્ટ 1956માં બર્માના રંગૂનમાં મૂખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિક લાલ અને માતાનું નામ માયાબેને છે. રમણિકલાલ 1960માં બર્માને છોડીને હંમેશા માટે ભારત આવી ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા. સીએ રૂપાણી ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા. ત્યાર પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા.

ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી ૧૯૭૧ વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. તે સિવાય કટોકટીના સમયમાં ૧ વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે. તેમણે 7 ઓગસ્ટ 2016ના રોજ CM તરીકે શપથ લીધા છે.

આજના દિવસે તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેઓ અમદાવાદની હોસ્પિટલોની મુલાકત લેશે. આજે સવારે 10 વાગે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તે ઉપરાંત વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું વિતરણ પણ કરવામાં આવેશે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ રૂપાણીની ટ્વિટ કરીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

બાળપણથી જ આરએસએસમાં જોડાયેલા છે

બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે.

તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે. તેઓ સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here