કેરળ પૂરઃ વિદેશી સહાય લેવા કેન્દ્રની ના, UAE એ કરી હતી 700 કરોડ આપવાની ઓફર

નવી દિલ્હીઃ કેરળમાં પૂરના કારણે થયેલા નુકશાન બાદ દરેક લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. અનેક દેશોએ મદદની ઓફર કરી કરી છે. આ દરમિયાન એવા અહેવાલ મળી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર મદદ પ્રસ્તાવનો વિનમ્રતાથી ઈન્કાર કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ભારતની નીતિ ઘરેલુ મુશ્કેલીઓનો સામનો કરવા સરકાર સ્વ-સંસાધનોનો ઉપયોગ કરે છે. વિદેશથી આવી રહેલી સહાય પ્રસ્તાવને વિનમ્રતાથી ઈનકાર કરી દે તેમ કેન્દ્ર સરકાર વતી કેરળ સરકારને પણ જણાવવામાં આવ્યું છે.

ગઈકાલે જ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) એ કેરળના પૂર પીડિતો માટ આશરે 700 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની ઓફર કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને તિરુવનંતપુરમમાં કહ્યું કે અબુ ધાબીના વલીહદ શહજાદે શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સહાયતાની ઓફર કરી હતી. યુએઈમાં આશરે 30 લાખ ભારતીયો રહે છે અને કામ કરે છે. જેમાંથી 80 ટકા કેરળના છે. માલદીવ સરકારે પણ કેરળના પૂર પીડિત લોકોની મદદ માટે 35 લાખ રૂપિયા દાન આપવાનો ફેંસલો કર્યો છે.

કેમ કેન્દ્ર કેરળ માટેની UAEની 700 કરોડની સહાયને નહીં સ્વીકારે?

કેરળમાં ભારે વરસાદ અને પૂરે મચાવેલી તબાહી પછી દેશ જ નહીં દુનિયાભરના લોકો મદદનો હાથ લંબાવી રહ્યાં છે.

કેરળમાં ભારે વરસાદ અને પૂરે મચાવેલી તબાહી પછી દેશ જ નહીં દુનિયાભરના લોકો મદદનો હાથ લંબાવી રહ્યાં છે. અલગ અલગ રાજ્યો ઉપરાંત કતાર, યુએઇ જેવા દેશોએ પણ આર્થિક મદદની રજૂવાત કરી છે. જોકે સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે સરકાર વિદેશો પાસેથી નાણાંકીય મદદનો સ્વીકાર નહીં કરે. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે સરકારે આ સ્થિતિમાંથી ઉપર આવવા માટે માત્ર ઘરેલુ પ્રયાસો પર નિર્ભર રહેવાના નિર્ણય પર જ વિચાર કર્યો છે.

સંયુક્ત અરબ અમીરાતે કેરળમાં પૂર રાહત અભિયાન માટે આશરે 700 કરોડ રૂપિયાની નાણાંકીય સહાયતાની રજૂવાત કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયનને તિરુવનંતપુરમમાં કહ્યું કે અબુ ધાબીના વલીહદ શહેજાદા શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયનના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને સહાયતા આપવાનું કહ્યું હતું. આશરે 30 લાખ ભારતીય સંયુક્ત અરબ અમીરાતમાં રહીને કામ કરે છે જેમાં 80 ટકા કેરળના છે.

માલદીવની સરકારે પણ કેરળના પૂર પ્રભાવિત લોકોની મદદ માટે 35 લાખ રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્ર પણ કેરળ માટે મદદની રજૂવાત કરી શકે છે. સૂત્રોએ કહ્યું કે ભારત વિદેશો પાસેથી સહાયતા સ્વીકાર કરે તેવી શક્યતાઓ નથી. કેરળમાં સદીના સૌથી વિનાશકારી પૂરમાં 231 લોકોના મોત થયા છે જ્યારે 14 લાખથી વધારે લોકો બેઘર છે.

કેરળ સરકારે કેન્દ્ર પાસે માંગ્યું 2600 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ

પૂરના કારણે થયેલી તબાહીને જોતા કેરળ સરકારે કેન્દ્રથી 2600 કરોડના વિશેષ પેકેજની માગ કરી છે. મુખ્યમંત્રી પિનરાયી વિજયનની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રિમંડળે મંગળવારે પોતાની બેઠકમાં મનરેગા સહિત કેન્દ્રની વિભિન્ન યોજનાઓ અંતર્ગત એક વિશેષ પેકેજ માંગવાનો નિર્ણય કર્યો છે. વિજયનને કહ્યું છે કે આ આપત્તિભરી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે 30 ઓગસ્ટના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. ગત 100 વર્ષમાં પહેલી વખત આવી વિનાશકારી સ્થિતિ આવી છે.

મદદની અપીલ કરી રડવા લાગ્યા MLA

શુક્રવારે 17 ઓગસ્ટના રોજ ચેંગન્નૂરના માકપા ધારાસભ્ય સાજી ચેરિયને પીએમ નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરીને ટીવી સ્ટુડિયોમાં જ રડવા લાગ્યા.પોતાના વિધાનસભા ક્ષેત્રની પરિસ્થતિનું વર્ણન કરીને ચેરિયને રડતાં-રડતાં કહ્યું, “પ્લીઝ મોદીને કહો તેઓ અમને હેલિકોપ્ટર આપે, અમને હેલિકોપ્ટર જોઇએ છે. પ્લીઝ, પ્લીઝ, નહીંતો 50,000 લોકો મરી જશે. અમે લોકો નેવી પાસે છેલ્લાં 4 દિવસોથી મદદ માંગી રહ્યા છીએ, પરંતુ અત્યાર સુધી કોઇ મદદ નથી પહોંચી. હવે એકમાત્ર ઉપાય એરલિફ્ટનો જ રહ્યો છે, પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ.”

Video Credit: The Guardian

10 હોડીઓ ચેંગન્નૂર મોકલવામાં આવી

રિપોર્ટ્સ પ્રમાણે, ધારાસભ્ય સાજી ચેરિયનની વિનંતી પછી નેવીએ 10 હોડી ચેંગન્નૂરમાં મોકલી છે. શુક્રવારે સાંદે સીએમ પી. વિજયને પણ સ્વીકાર્યું હતું કે ચેંગન્નૂર પૂરથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત વિસ્તારોમાંનું એક છે. સીએમના જણાવ્યા પ્રમાણે, પૂરની પ્રચંડ ધારાઓને કારણે અહીંયા રેસ્ત્યુ ઓપરેશનમાં ઘણી તકલીફો પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી શનિવારે શનિવારે 18 ઓગસ્ટના રોજ કેરળના કોચિ પહોંચ્યા. પીએમ શુક્રવારે સાંજે જ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીજીની અંતિમયાત્રામાં સામેલ થયા પછી કેરળ આવી ગયા હતા.

જુઓ તસવીરો..

જુઓ તસવીરો..

જુઓ તસવીરો..

જુઓ તસવીરો..

જુઓ તસવીરો..

જુઓ તસવીરો..

રાજ્યના પાટનગર થિરુવનંતપુરમનું એરપોર્ટ પાણીમાં ડૂબી ગયું છે, ટ્રેનો ઠપ્પ થઈ ગઈ છે, અને રસ્તાઓ પણ વરસાદમાં ધોવાઈ ગયા છે. કેરળમાં વરસાદે મચાવેલી તબાહીની આ 100 તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો.

જુઓ તસવીરો..

જુઓ તસવીરો..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top