સીએમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આપ્યો પડકાર, કહ્યું-હિંમત હોય તો…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની વાર્ષિક દશેરા રેલી દરમિયાન ભાજપ પર જબરદસ્ત પ્રહાર કર્યો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ ન તો ‘વીર’ સાવરકર ને સમજી શકી છે અને ન તો મહાત્મા ગાંધીને સમજી શકી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન સમાપ્ત થયા બાદ શિવસેનાને ભ્રષ્ટાચારી ગણાવીને ભાજપની નિંદા કરી અને તેમની સરકારને પાડી (તોડી) બતાવવાનો પડકાર આપ્યો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ટિપ્પણીના વિવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર શુક્રવારે તેમના ભૂતપૂર્વ ગઠબંધન ભાગીદાર ભારતીય જનતા પાર્ટીની જબરદસ્ત નિંદા કરી હતી.

સન્મુખાનંદ હોલ ખાતે શિવસેનાની વાર્ષિક દશેરા રેલીમાં ઠાકરેએ કહ્યું કે ભાજપે વીર સાવરકર અને મહાત્મા ગાંધી બંનેને સમજી શક્યું નથી. ઠાકરેએ મહારાષ્ટ્રની દેગલૂર બેઠક પર થઇ રહેલ પેટાચૂંટણીમાં શિવસેનાના પૂર્વ ધારાસભ્યને ઉમેદવાર બનાવવા માટે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “દુનિયાની સૌથી મોટી પાર્ટી” પેટાચૂંટણી માટે ઉમેદવારોને “ઈંપોર્ટ” કરવી પડી રહી છે.

દેગલૂર પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા શિવસેનાના પૂર્વ નેતાને મેદાનમાં ઉતારવા અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટીએ વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારો ‘આયાત’ કરવા પડ્યા. ઉદ્ધવ ઠાકરેએ વાર્ષિક દશેરા મહોત્સવ દરમિયાન ‘હિન્દુત્વ’ ને લઈને RSS ના વડા મોહન ભાગવત પર પણ જોરદાર પ્રહાર કર્યા હતા.

CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આજે RSS ની પણ બેઠક યોજાઈ હતી. હિન્દુત્વ વિશે વાત થઇ, હું મોહન જી (મોહન ભાગવત) ને કહું છું કે માફ કરશો, આજે હું તમારા પર ટિપ્પણી કરી રહ્યો નથી. હિન્દુત્વ નો અર્થ દેશ પ્રેમ છે. બાલાસાહેબે કહ્યું હતું કે પહેલા આપણે દેશવાસી છીએ, ત્યારબાદ ધર્મ આવે છે. ધર્મ ઘર પર રાખીને જયારે આપણે બહાર નીકળીએ છીએ, ત્યારે દેશ આપણો ધર્મ હોય છે. આ દરમિયાન સીએમ ઉદ્ધવે ભાજપને પડકાર આપતા કહ્યું કે આવતા મહિને અમારી સરકારને 2 વર્ષ થશે, અત્યારે પણ હું કહું છું કે, હિંમત હોય તો આ સરકારને પાડી બતાવો?

જણાવી દઈએ કે રાજનાથ સિંહે હાલમાં જ આ દાવો કરીને વિવાદ ઉભો કરી દીધો હતો કે આંદામાનની સેલ્યુલર જેલમાં બંધ રહ્યા દરમિયાન મહાત્મા ગાંધીએ વીર સાવરકરને બ્રિટિશ સરકારને દયા અરજી મોકલવાની સલાહ આપી હતી.

Scroll to Top