ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખ વિક્રમભાઈ પટેલનું અવસાન, આજે કરાશે દેહદાન

ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાના મંદિરના પ્રમુખ વિક્રમભાઈ પટેલનું મોડી રાત્રે અવસાન થતા પટેલ સમાજમાં શોકનું મોઝું ફરી વળ્યું છે. વિક્રમભાઈ પટેલનું અવસાન હૃદયરોગના હુમલાથી થયું હતુ.

થોડા સમય પહેલાં જ વિક્રમભાઈ પટેલ ઉમિયા સંસ્થાનના પ્રમુખ બન્યા હતા. તેમના નશ્વરદેહનું વડનગર કોલેજમાં દેહદાન કરવામાં આવશે. દહેદાન પહેલાં વિક્રમભાઈનો નશ્વરદેહ તેમના ઊંઝા ખાતેના નિવાસસ્થાને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. તેમના અંતિમ દર્શન સવારે 9.30થી 10.30 સુધી કરી શકાશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here