ઉત્તરપ્રદેશમાંથી હિંદુઓના ધર્મપરિવર્તનના એક મોટા રેકેટનો પર્દાફાશ

ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનના એક મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. યુપી એટીએસ(UP ATS)એ દિલ્હીના જામિયા નગરમાં રહેતા બે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકો આ ષડયંત્રમાં સામેલ હતા. યુપી એટીએસને ધર્મપરિવર્તનના ષડયંત્ર પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ફંડિંગના પાકા પુરાવા મળ્યા છે.

મોટિવિશેનલ થૉટ દ્વારા હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવનાર બે મૌલનાઓની યુપી ATSએ લખનઉથી ધરપકડ કરી છે. ATS ટીમ અંદાજે ચાર દિવસથી તેમની પૂછપરછ કરીને પુરાવા એકત્રિત કરવામાં લાગ્યું હતું. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI તેમને ફંડિંગ પણ કરી રહ્યું હતું.

પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉ સ્થિત એક મોટી મુસ્લિમ સંસ્થાન સાથે જોડાયેલા છે. ATS ઓફિસરોના મતે આ ગરીબ હિન્દુઓને નિશાન બનાવતા હતા. અત્યાર સુધીમાં અંદાજે એક હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવી ચૂકયા છે, તેમાં મોટી સંખ્યામાં મૂક બધિર અને મહિલાઓ સામેલ છે.

ઉત્તર પ્રદેશમાં એડીજી (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2 જૂન 2021ના રોજ ડાસના સ્થિત એક મંદિરમાં બે લોકોએ ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિશ કરી હતી. આ મામલે તેમને અટકમાં લેવાયા  હતા. આરોપીઓના નામ વિપુલ વિજયવર્ગીય અને કાશિફ છે. તેમની પૂછપરછ કરાઈ તો એવી માહિતી મળી કે એક મોટી ગેમ ખેલાઈ રહી છે જેમાં લોકોને સુનિયોજિત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

 

બંને મૌલાનાનો દાવો કે તેઓ ઇસ્લામિક સેન્ટરના નામથી સંસ્થા ચલાવે છે. 3 જૂનના રોજ દિલ્હીના ડાસના મંદિરમાં બે મુસ્લિમ છોકરાઓએ પૂજારી પર હુમલાનો પ્રયાસ કર્યો. બંનેને જ્યારે પકડવામાં આવ્યા તો મૌલાના ઉમર અને જહાંગીર અંગે માહિતી મળી.

Scroll to Top