સોશિયલ મીડિયા પર લગ્નના કેટલાય વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. ક્યારેક દુલ્હા-દુલ્હનની વરમાળાની રસમ ચર્ચામાં આવી જાય છે તો ક્યારે લગ્નમાં રમાતી ગેમ્સ અને ક્યારેક દિયર અને ભાભીનો ગજબ ડાન્સ વાયરલ થાય છે. તો ક્યારેક સાળીઓની જીજાજી સાથે મસ્તી. પરંતુ અત્યારે દુલ્હા-દુલ્હનનો મજેદાર ડાન્સ ખરેખર જોવા જેવો છે.
View this post on Instagram
સામાન્ય રીતે લગ્નની બીલકુદ બાદ પણ દુલ્હા-દુલ્હનની સાથે કેટલાય પ્રકારની રસમ નિભાવવામાં આવે છે. તેમના લગ્ન જ્યાં પણ સંપન્ન થાય છે તો ત્યાં જ તેમને રોકી લેવામાં આવે છે અથવા દુલ્હનને વિદાય બાદ સાસરીમાં લાવીને રસમ નિભાવવામાં આવે છે. પરંતુ આ વાયરલ વેડિંગ વિડીયોને જોઈને લાગી રહ્યું છે કે, દુલ્હા-દુલ્હન લગ્નના તુરંત જ બાદ સીધા જ રોડ પર પહોંચી ગયા.
ફેરા પહેલા દુલ્હા-દુલ્હનનું ગઠબંધન કરવામાં આવે છે. આમાં બંન્નેને દુપટ્ટાથી બાંધી દેવામાં આવે છે. ગાંઠ એટલી મજબૂત હોય છે કે, ફેરા સમયે તે ખુલ્યા નહી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ વિડીયોમાં દુલ્હા-દુલ્હન રોડ પર એજ ગઠબંધન સાથે આવી ગયા અને ડાન્સ કરી રહ્યા છે.