મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે. તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય છે. આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે. આ જ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે. જેને આર્થરાઇટિસ કહે છે.
આર્થરાઇટિસમાં હરવા-ફરવામાં બહુ વધારે મુશ્કેલી થાય છે. જોકે, એક ખાસ પીણું દુખાવામાં મહત્વનું બની શકે છે. આપણે ખાવા-પીવા પર ધ્યાન નથી આપતાં. તેના કારણે આપણા શરીરમાં મિનરલ્સની ઉણપ થઈ જાય છે. ખાસ કરીને આપણા હાડકાંઓમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે.
આના માટે સૌપ્રથમ તમે એક કાકડી અને એક ઇંચ તાજી હળદરનું મૂળ લો અને તેને મિક્સમાં વાટી લો. તે પછી તેમાં થોડુક પાણી અને વનીલા મિકસ કરી પી જાઓ. તમે દિવસમાં ઓછામાં ઓછા બે વાર આ પીણું પીવો. જેનાથી આર્થરાઇટિસથી થતા દુઃખાવામાં તરત આરામ મળશે. જો તમારૂ આર્થરાઇટિસ મેદસ્વિતાનાં કારણે છે, તો તમે વજન ઘટાડવાની સાથે-સાથે આ જ્યૂસ પણ પીવો અને દરરોજ કસરત કરો. જેનાથી તમારી માંસપેશીઓ અને જૉઇંટ્સ તંદુરસ્ત રહેશે. તેવી જ રીતે બીજા પણ ઉપાય તમને જણાવીસુ જેના થી તમને સરળતાથિ રાહત મળે
1. મેથી ગેસ અને કફ બંન્ને ને મિટાવનારી ઔષધિની જેમ કાર્ય કરે છે.
રોજ 5 ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી વાત રોગ દૂર થઈ જાય છે. મેથી અને સોંઠને સમાન માત્રામાં મિક્સ કરીને બારીક ચૂરણ બનાવીને રાખી મુકો. આ ચૂરણને 5-5 ગ્રામની માત્રામાં ગોળ મિક્સ કરીને સવાર-સાંજ ખાવાથી ગઠિયા અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.
2. સૂંઠ અને આદુ એક જ પદાર્થના બે રૂપ છે.
લીલા રૂપમાં એ આદુ કહેવાય છે અને સૂકાય જાય તો સૂંઠ બની જાય છે. આદુ અને સૂંઠનો ઉપયોગ મસાલા અને ઘરેલુ દવાઓના રૂપમાં પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ વા ના રોગો માટે સૌથી સારી દવા છે. જો શરીરના કોઈ પણ અંગમં દુખાવો થાય તો થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લો. દુ:ખાવાથી તરત જ રાહત મળશે.