સ્માર્ટફોન બનાવીત ચીનની કંપનીઓમાં પ્રાઈસવોર ચાલી રહ્યું છે. ભારતમાં ચીનની ત્રણ સ્માર્ટફોન કંપનીઓએ પોતાના સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. શ્યાઓમીએ રેડમીના ત્રણ કેમેરાવાળા એમઆઈ એ1ની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. વીવોએ પોતાના 20 મેગાપિક્સલ ફ્રેન્ટ કેમેરાવાળા વીવો વી5એસ સ્માર્ટફોનની કિંમતમાં 3000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે આ સ્માર્ટફોનની કિંમત 15990 રૂપિયામાં ખરીદી શકાય છે. ઉપરાંત ઓપ્પોએ પણ હાલમાં જ પોતાના સ્માર્ટફોન OPPO F3 Plusની કિંમતમાં 6000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફોન 30990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો હવે 24990 રૂપિયામાં ખરીદી શકાય છે.
Vivo V5sને પણ ફ્લિપકાર્ડ પર પ્રાઈઝ અપડેટ નથી થઈ. તેને પણ 17,990 રૂપિયામાં ખરીદી બતાવાઈ રહી છે. તેના પર 17,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. આ ઓફર મુજબ તેને માત્ર 990 રૂપિયામાં ખરીદી શકાય છે. Mi A1 પર ફ્લિપકાર્ટ પર 13000 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર મળી રહી છે. મતબલ તેને પણ ફ્લિપકાર્ટ દ્વારા 999 રૂપિયામાં ખરીદી શકાય છે. Oppo F3 Plus પર ફ્લિપકાર્ટ પર 23,000 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર મળી રહી છે.
Mi A1માં 5.5 ઈંચની ફુલ-એચડી ડિસ્પલે આપી છે. તેમાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમરી છે. જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. Vivo V5sમાં 5.5 ઈંચની ફુલ-એચડી ડિસ્પલે આપી છે. તેમાં 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમરી આપી છે. ફોનરમાં 13 મેગાપિક્સલનો રિયર અને 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપ્યો છે. તો Oppo F3 Plusમાં 6 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપી છે. આ ફોનમાં 4GB રેમ અને 64GB ઈનબિલ્ટ મેમરી છે. ફોનમાં 16 અને 8 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે.